Abhayam News
Abhayam News

જુઓ:- રાજકોટ આંતરરાજ્ય વાહન ચોરીના કૌંભાડનો પર્દાફાશ….

પોલીસે આરોપી પાસેથી એક કાર અને વેચેલી ચોરાઉ કાર સહિત 8 કાર જેની કિંમત 30 લાખ 50 હજાર થાય છે તે કબજે કરી તપાસ શરૂ કરી..

 રાજકોટ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીનાં કૌંભાડનો પર્દાફાસ કરી બે શખ્સોની ધરપકડ કરી છે. જેઓ વિમા કંપનીમાં નેટલોસ કારની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરતા અને ચોરાઉ કારમાં એન્જીન અને ચેસીસ નંબર લગાવી વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ કૌંભાડનાં માસ્ટર માઇન્ડ સહિત બે શખ્સોની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.

પોલીસને માહિતી મળી હતી કે નાનામવા સર્કલ નજીક આવાસ યોજનાનાં દરવાજા પાસે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આરોપી શાહબાઝ જોબણ અને તેનો સાગરિત અંકુર સંચાણીયા બેઠા છે. જેને આધારે પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બન્ને શખ્સો છેલ્લા ઘણાં સમયથી વિમા કંપનીમાંથી નેટલોસ કારની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરતા હતા અને માસ્ટર માઇન્ડ શાહબાઝ જોબણ દિલ્હીથી ચોરાઉ કાર મંગાવીને તેમાં નેટલોસ કારનાં એન્જીન અને ચેસીસ નંબર નાખીને વેચી દેતો હતો.

રાજકોટ : આંતરરાજ્ય વાહન ચોરીના કૌંભાડનો પર્દાફાશ, આવી રીતે ચાલાકી વાપરી કરતા વેચાણ

બન્નેની ઉંડી પૂછપરછ બાદ ચોરાઉ મનાતી આ કાર કબ્જે લેવામાં આવી હતી. પૂછપરછમાં છેલ્લા ચારેક વર્ષ પહેલા દિલ્હીની ચોર ગેંગના શમશાદ અને મોહસીન પાસેથી ચોરાઉ ગાડીઓ ખરીદી ખોડીયારનગરના ડેલામાં વિમા કંપનીઓથી નેટલોસ થયેલી સેઈમ મોડલની ગાડીઓ ખરીદી તેના એન્જીન-ચેસીસ નંબર ચોરાઉ કારોમાં લગાવી દેતા હતા. જ્યારે વીમા કંપનીવાળી ગાડીઓ ભંગારમાં જવા દેતા હતા. આમ એક ગાડીએ ઓછામાં ઓછા 3 લાખની કમાણી કરી લેતા હતા. ભેજાબાજોએ આવી કારો પૈકીની ચાર ગાડી રાજકોટમાં, એક હળવદમાં, એક મોરબીમાં અને એક પોરબંદરમાં વેચ્યાની કબુલાત આપી છે.

મહત્વનું છે કે હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, પેરોલ ફર્લો સ્કવોડના પ્રદિપસિંહ ગોહિલ અને પોલીસમેન સિરાજ ચાનીયાને બાતમી મળી હતી કે શાહબાજ સુમરા અને અંકુર સુથાર વિમા કંપનીઓમાં નેટલોસ થયેલી ગાડીઓ પાણીના ભાવે ખરીદી દિલ્હી અને અન્ય સ્થળેથી ચોરેલી ટનાટન કારોમાં તેના એન્જીન-ચેસીસ નંબર નાખી ચોરાઉ કારો વેચવાનુ કૌભાંડ આચરી રહ્યા છે. આ બાતમીના આધારે નાનામવા સર્કલ નજીક આવેલી આવાસ યોજનાના દરવાજા પાસેથી જીજે 15 સીએફ 1559 નંબરની મારૂતિ સ્વીફટ ડીઝાયર લઈ નીકળેલા અંકુર કિરીટભાઈ સંચાણીયા બાજુની સીટમાં બેઠેલા શાહબાઝ સતારભાઈ જોબણ કોર્ડન કરી એસઓજીની કચેરીએ દોરી લવાયા હતા.

પોલીસે આરોપી પાસેથી એક કાર અને વેચેલી ચોરાઉ કાર સહિત 8 કાર જેની કિંમત 30 લાખ 50 હજાર થાય છે તે કબજે કરી તપાસ શરૂ કરી છે. જોકે દિલ્હીમાં કારની ચોરીને અંજામ આપતા સમશાદ અને મોહસીનની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ફરાર બન્ને આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા પછી કેટલી ચોરીને અંજામ આપ્યો છે તેના પરથી પડદો ઉંચકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ જલ્દી:-ખોડલધામ બાદ હવે સોમનાથથી ગુજરાતનું રાજકારણ ગરમાશે….

Abhayam

સી.આર .પાટિલનું 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન.

Abhayam

મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી…..

Abhayam

Leave a Comment