Abhayam News
AbhayamNews

સરથાણા વેક્સિન સેનટર પર પાછલા બારણે રસી અપાતાં વિવાદ સર્જાયો.

  • સરથાણામાં ટોકન વિના પાછલા બારણે રસી અપાતાં વિવાદ.
  • આપ કોર્પોરેટર અને મહિલા તબીબ બાખડ્યાં.
  • વેક્સિન ન મળતા લોકોએ કોર્પોરેટરને બોલાવ્યા, વેક્સિનનો રેકર્ડ માંગતા કેન્દ્ર પર ઝપાઝપી
  • પુણા પૂર્વના મહિલા કોર્પોરેટર રચના હીરપરા અને તેના પતિ વિરૂદ્ધ તબીબની પોલીસ ફરિયાદ

સરથાણામાં આવેલા સીએચસી સેન્ટર પર ટોકન વિના પાછળના બારણેથી કોરોનાની રસી અપાતી હોવાનો આરોપ મુકી વોર્ડ નંબર 17 પુણા પૂર્વની આપની કોર્પોરેટર રચના હીરપરા અને ઇન્ચાર્જ મહિલા તબીબ અંજલી મણિકાવાલા વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ ઝપાઝપી પણ થઇ હતી. વેક્સિન ન મળતા લોકોએ કોર્પોરેટરને બોલાવ્યા હતા. રેકર્ડ માંગતા કેન્દ્ર પર ઝપાઝપી થઈ હતી. જેમાં મહિલા તબીબે કોર્પોરેટર રચના અને તેના પતિ સહિતના લોકો સામે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંંધાવી હતી.

કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું કે,‘ સ્થાનિકે ફોન કરતાં હું સીએચસી પહોંચી હતી. મને કહ્યું કે વિના ટોકને ઓળખીતાઓને વેક્સિન અપાઇ રહી છે. જેથી મેં ઇન્ચાર્જ મહિલા તબીબ પાસે રેકોર્ડ માંગતા તેઆે ઉશ્કેરાયા હતા અને મારી સાથે અભદ્ર વ્યવહાર કરી ઝપાઝપી કરી હતી. હું પણ ફરિયાદ કરીશ’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દેશભરમાં ખેડૂત આંદોલનને લઈને મોટું એલાન, સરકારનું ટેન્શન વધ્યું.

Abhayam

સુરત પાસના અલ્પેશ કથીરીયા પર હુમલો:: હુમલો કોણે અને કેમ કર્યો, વીડિયો વાયરલ

Archita Kakadiya

જુઓ:-સુરતમાં પાટીદાર મહિલાના અંગદાનથી સાતને નવું જીવન..

Abhayam

1 comment

Comments are closed.