ભારતમાં કોરોના વેક્સીનની અછત વચ્ચે 11 એપ્રિલ સુધીમાં દેશમાં વપરાશમાં આવેલી કુલ વેક્સીનમાંથી 23 ટકા ખરાબ થઇ છે. આ જાણકારી RTI દ્વારા સામે આવી છે. જેના દ્વારા જાણ થઇ કે રાજ્યો દ્વારા 11 એપ્રિલ સુધી વપરાશમાં આવેલા કુલ 1.34 કરોડ ડોઝમાંથી કુલ 44.78 લાખથી વધારે ડોઝ ખરાબ થયા છે. સૌથી વધારે ડોઝ રાજસ્થાનમાં 6,10,551 ખરાબ થયા છે, ત્યાર પછી તામિલનાડુમાં 5,04,724, ઉત્તર પ્રદેશમાં 4,99,115 અને મહારાષ્ટ્રમાં 3,56,725 ડોઝ ખરાબ થયા છે.

કયા રાજ્યમાં કેટલા ડોઝ થયા ખરાબ
- આંધ્ર પ્રદેશમાં 1,17,733
- આસામમાં 1,23, 818
- બિહારમાં 3,37,769
- છત્તીસગઢમાં 1.45 લાખ
- દિલ્હીમાં 1.35 લાખ
- ગુજરાતમાં 3.56 લાખ
- હરિયાણામાં 2,46,462
- જમ્મુ કાશ્મીરમાં 90,619
- ઝારખંડમાં 63,235
- કર્ણાટકમાં 2,14,842
- લદ્દાખમાં 3,957
- મધ્ય પ્રદેશમાં 81,535
- મહારાષ્ટ્રમાં 3,56725
- મણિપુરમાં 11,184
- મેઘાલયમાં 7,673
- નાગાલેન્ડમાં 3,844
- ઓરિસ્સામાં 1,41,811
- પોંડિચેરીમાં 3,115
- પંજાબમાં 1,56,423
- રાજસ્થાનમાં 6,10,551
- સિક્કિમમાં 4,314
- તમિલનાડુમાં 5,04,7
- તેલંગણામાં 1,68,302
- ત્રિપુરામાં 43,292
- ઉત્તર પ્રદેશમાં 4,99,115
- ઉત્તરાખંડમાં 51,956
જો ટકાવારીના હિસાબે જોવામાં આવે તો તમિલનાડુમાં આપવામાં આવેલા ડોઝમાંથી 12.10 ટકા, હરિયાણામાં 9.74 ટકા, પંજાબમાં 8.12 ટકા, મણિપુરમાં 7.80 ટકા અને તેલંગણામાં 7.55 ટકા ડોઝ ખરાબ થયા છે. કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, દમણ અને દીવ, અંડમાન નિકોબાર અને લક્ષદ્વિપમાં એકપણ ડોઝ ખરાબ થયા નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના કેસોની ગતિ ઝડપથી આગળ વધી રહી છે. મંગળવારે ફરી દેશમાં અઢી લાખથી વધારે કેસો સામે આવ્યા છે. સતત ચોથા દિવસે દેશમાં 2 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં દેશમાં કુલ 2,59,170 નવા કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે. તો 1761 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસ 20,31,977 છે. એટલે કે આમની સારવાર ક્યાં તો હોસ્પિટલમાં થઇ રહી છે કે પછી તેઓ ડૉક્ટરના નિર્દેશ અનુસાર હોમ આઈસોલેશનમાં છે.
જણાવી દઇએ કે, કોરોના સંક્રમણે હવે દેશમાં ત્સુનામીનું રૂપ ધારણ કરી લીધું છે. જેનો પ્રભાવ ચારેબાજુથી જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની અને સ્મશાનોમાં મૃતકોની વધતી સંખ્યા દર્શાવે છે કે કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. સ્વાસ્થ્ય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ન હોસ્પિટલોમાં બેડ બચ્યા છે અને ન તો દવાઓ. ઓક્સિજન માટે પરિજનો રસ્તાઓ પર દોડી રહ્યા છે અને સિલિન્ડરો માટે ઝઘડા અને મારપીટ થઇ રહી છે. તો વળી મોટા શહેરોમાંથી ફરી એકવાર પ્રવાસી શ્રમિકોએ પલાયન શરૂ કરી દીધું છે.