Abhayam News
AbhayamSocial Activity

જુઓ આ મંદિરની હોસ્પિટલે આટલા દર્દીઓને એકપણ રૂપિયા લીધા વગર કોરોનાથી સાજા કર્યા..

કોરોના મહામારીમાં દેશના ઘણા ધાર્મિક સ્થળોએ પોતાના દરવાજા દર્દીઓ માટે ખોલી દીધા છે. ક્યાંક મંદિરોને જ હૉસ્પિટલમાં બદલી દેવામાં આવ્યા છે તો ક્યાંક અલગથી કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અમે આ આર્ટિકલમાં એવા જ એક ધાર્મિક સ્થળ શિરડીની કહાની લઈને આવ્યા છીએ. સેવામાં કોઈ ઘટાડો થયો નથી. સાંઈ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલી કોવિડ હૉસ્પિટલથી અત્યાર સુધી 7 હજારથી વધારે દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અહીં દર્દીઓ સાથે તેમના પરિવારજનો માટે પણ રોકાવા અને ખાવા, પીવાની વ્યવસ્થા છે.

અહીં સારવાર કરાવી રહેલા દર્દીઓ સાથે જ તેના પરિવારજનો માટે રહેવા, ખાવાની વ્યવસ્થા છે.

કોરોના મહામારીને જોતા ટ્રસ્ટે એપ્રિલ 2020મા કોવિડ હૉસ્પિટલ બનાવી અને અહીં ફ્રીમાં દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી

ત્રણેય જગ્યાઓને મળાવી લેવામાં આવે તો લગભગ દોઢ હજાર બેડની સુવિધા છે. એક રિપોર્ટ મુજબ ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ પર સંકટ ઊભું થઈ ગયું હતું. ત્યારબાદ નીતા અંબાણી અને ચેન્નાઈ કેવ્હી રમની ટ્રસ્ટે 3 કરોડ રૂપિયા દાન કર્યા. તેનાથી ઓક્સિજન પ્લાન્ટ સાથે જ આધુનિક RT-PCR લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા 1200 LPM  પ્રતિ મિનિટ છે.

એપ્રિલ 2020થી અત્યાર સુધી બાબાના ધામમાંથી 7 હજારથી વધારે દર્દી સાજા થઈને જઈ ચૂક્યા છે. ટ્રસ્ટની જે ટીમ પેહલા ભક્તોની સેવામાં ફરજ બજાવી રહી હતી, હવે તે દર્દીની સેવામાં લાગી છે. હૉસ્પિટલમાં જ લગભગ 3 હજાર કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. શિરડી ટ્રસ્ટે 640 બેડની કોવિડ હૉસ્પિટલ તૈયાર કરી છે. તેમાં 140 ઓક્સિજન બેડ છે અને 20 વેન્ટિલેટર બેડ છે. જોકે કોવિડ માટે કુલ ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતનું 1300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર! 

Vivek Radadiya

બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત

Vivek Radadiya

મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું

Deep Ranpariya