Abhayam News
AbhayamGujarat

સૌની યોજના થી ખેડૂતો ને પાણી બંધ કરાતા જીરું ના પાક ઉપર રોટોવેટર ફેરવ્યું

With the plan of all, the rotovator was turned over the cumin crop while water was stopped to the farmers

સૌની યોજના થી ખેડૂતો ને પાણી બંધ કરાતા જીરું ના પાક ઉપર રોટોવેટર ફેરવ્યું સુરેન્દ્રનગર ના મુળી તાલુકાનાં ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીર થી તળાવ ચેકડેમ ભરવામાં આવેલ અને ખેડૂતો એ રવિપાક જીરું વરીયાળી નું મોટાપ્રમાણમા વાવેતર કરેલ ત્યારે સૌની યોજના ના અધિકારી શ્રી દ્વારા અચાનક પાણી બંધ કરી દીધું હોય માટે ખેડૂતો ફકત એક વખત જ પાણી આપવા માટે રજુઆત કરવા ૧૯ ડીસેમ્બર ના સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે ઉમટી પડયા હતા

અને અધિકારીઓ એ બાયંધરી આપેલ હતી અને વાલ્વ ખોલવામાં આવેલ ત્યારે ફકત બે કલાકમાં જ સ્થાનિક ભાજપ આગેવાનો દ્વારા આ વાલ્વ બંધ કરવામાં આવે તે રીતે અધિકારી ઉપર દબાણ લાવેલ હતા અને ગાંધીનગર થી વાલ્વ બંધ કરવા રીતસર દબાણ લાવી બંધ કરાવેલ ત્યારે ૨૪ ડીસેમ્બર ના મુળી ના વડધ્રા ગામે લડત રણનીતિ ઘડવા સંમેલન યોજાયુ હતું જેમાં વીસ ગામના ખેડૂતો હાજર રહેલા ત્યારે આજદિન સુધી પાણી ન આપવા થી જીરું નો પાક રીતસર સુકાઈ જતા જગતતાત ને આંખ માં આંસુ સાથે

સૌની યોજના થી ખેડૂતો ને પાણી બંધ કરાતા જીરું ના પાક ઉપર રોટોવેટર ફેરવ્યું

આજે પાક ઉપર ટ્રેકટર ફેરવવુ પડેલ ત્યારે દુધ‌ઈ ના ખેડૂત એવા ભુપતભાઈ કરપડા એ જણાવ્યું હતું કે મારે ૬૦ વિઘા જમીન માં સૌની યોજના થી તળાવ ભરેલા એટલે રવિપાક જીરું નું વાવેતર કરેલું હતું હવે ફકત એક પાણી પિયત માટે જરૂર હતું પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓ ની મનમાની હુસાતુસી ના કારણે વાલ્વ બંધ કરવા માં આવેલ અને પાણી ન હોવાના કારણે જીરું નો પાક સુકાઈ જવા પામેલ માટે આજે અમોએ જે બિયારણ ૧૮ હજાર ના ભાવે એકમણ ખરીદી કરેલી સાથે રાસાયણિક ખાતર મજુરી

મુળી તાલુકા ના અનેક ગામોમાં સૌની યોજના થકી પાણી ન મળતા જગતતાત બન્યો નોધારોદુધ‌ઈ, સરલા,સુજાનગઢ,ગઢડા,ટીકર,ખાટડી જેવા ગામોમાં અનેક ખેડૂતો ની આંખો માં જોવા મળે છે આંશુ પાણી ફક્ત એક વખત અને છેલ્લીવાર ન મળતા જીરું નો પાક સુકાયો ખેડૂતો ને લાખો રૂપિયા નું નુકસાન

અને રાસાયણિક દવાઓ સાથે ટ્રેકટર ડીઝલ સહિત નો ખર્ચ અમારે શિરે આવેલ હોય અને વધુમાં દેવામાં ડુબવાનો સમય આવેલ છે સરકાર દ્વારા ખેડૂતોને ડબલ આવકની વાત થાય છે પરંતુ અહીંયા તો મોઢે આવેલ કોળીયા છીનવવા ની રીતસર રમત અધિકારી શ્રી દ્વારા થ‌ઈ રહી છે અમો એ આ બાબતે અનેક રજુઆત કરી કે ફકત એક વખત પાણી આપો પરંતુ જગતતાત ની કોઈ વાત અધિકારી ના બહેરા કાન સુધી ન પહોંચી તેનો અફસોસ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

નવરાત્રિને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, આયોજકોએ CCTV સાચવી રાખવા આદેશ 

Archita Kakadiya

આધાર કાર્ડમાં બેંન્ક લિંંક છે કે કેમ કેવી રીતે કરશો ચેક ?

Vivek Radadiya

દિલ્હીમાં સતત હવા પ્રદૂષણ વધી રહ્યો છે

Vivek Radadiya