Abhayam News
AbhayamGujarat

ઉત્તરાખંડના રૂડકીમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી

A major tragedy occurred early in the morning in Roodki, Uttarakhand

ઉત્તરાખંડના રૂડકીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં રૂરકીના મંગલોરના લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અત્યાર સુધી આ અકસ્માતમાં 6 મજૂરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો દિવાલ ધરાશાયી થતાં દટાઈ ગયા હતા. કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

A major tragedy occurred early in the morning in Roodki, Uttarakhand

ઉત્તરાખંડના રૂડકીમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી

ઉત્તરાખંડના લહાબોલી ગામ પાસે મજરા માર્ગ પર સ્થિત ઈંટના ભઠ્ઠાની દિવાલ નીચે છ લોકો દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ આ અકસ્માત થયો ત્યારે કામદારો ઈંટો પકવવા માટે ભઠ્ઠામાં ઈંટો ભરી રહ્યા હતા. 

મહત્વનું છે કે, હાલમાં જેસીબી વડે કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેડિકલ વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુઓ:-જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો..

Abhayam

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન

Vivek Radadiya

એક વર્ષમાં રાજ્યના ખેડૂતોને દિવસે મળશે વીજળીઃ CM

Vivek Radadiya