Abhayam News
News

યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં સુરત મનપાના એક પ્રતિનિધિની બેઠક પર ત્રણ ઉમેદવારો સ્પર્ધામાં…

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની આગામી ૨૦ જુલાઇના રોજ આયોજન થનાર ચૂંટણીમાં સુરત મનપાના પ્રતિનિધિ તરીકે ભાજપ દ્વારા હિમાંશુ રાઉલજીની પસંદગી કરવામાં આવી છે જ્યારે વિપક્ષ આપ દ્વારા બે ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા છે.

જેમાં કોર્પોરેટર અલ્પેશ પટેલ અને સ્વાતિબેન ક્યાડાનો સમાવેશ થાય છે.

એક બેઠક માટે વિપક્ષ આપ દ્વારા બે ઉમેદવારો પાસે ફોર્મ ભરાવાતાં આપમાં આંતરિક વિખવાદ ઊભો થયો હોવાની ચર્ચા છે. બીજી બાજુ આપ દ્વારા એક ઉમેદવારનું ફોર્મ રદ થાય તો ભાજપના ઉમેદવાર

બિનહરિફ જીતી ન જાય તે હેતુથી બીજા ઉમેદવાર પાસેથી ફોર્મ ભરાવાયું હોવાની બિનસત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી રહી છે.

આજે સુરત મનપાના સેનેટ સભ્યની એક બેઠક માટે કુલ ભરાયેલ ત્રણ ફોર્મની ચકાસણી રીટર્નિંગ ઓફિસર અને મેયર દ્વારા કરવામાં આવી છે. ત્રણેય કોર્પોરેટરોના ઉમેદવારી પત્રકો બરાબર માલૂમ પડ્યા છે. આગામી ૧૨ જુલાઇએ ઉમેદવારીપત્રક પરત ખેંચવામાં આવશે. જો આપમાં કોઇ વિખવાદ ન હોય તો બે પૈકી એક કોર્પોરેટર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવશે. મનપાના તમામ કોર્પોરેટરો સેનેટની ચૂંટણીમાં સુરત મનપાના પ્રતિનિધિ તરીકે મતદાન કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

Girnar Parikrama 2023 ગીરનાર લીલી પરીક્રમા જુઓ વિડિઓ

Vivek Radadiya

ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો…..

Abhayam

ગુજરાત:- આ શહેરમાં ઓક્સિજન ન મળતાં સિવિલ હોસ્પિટલમાં પાંચ થી વધુ દર્દીઓના મૃત્યુ…

Abhayam