Abhayam News
News

સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ..

સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં.


હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પ્રાઈમ માર્કેટથી લઈ ભૂલકા ભવન સ્કૂલ અને પ્રાઈમ માર્કેટથી લઈ LP સવાણી સ્કૂલ વચ્ચેના તમામ ચાર રસ્તાઓ વરસાદી પાણીના તળાવમાં બદલાયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઈટલીથી ભારત આવેલી ફ્લાઈટમાં સતત બીજા દિવસે 290માંથી 150 લોકો પોઝિટિવ નિકળ્યા….

Abhayam

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન પર કહેવાયુ ભાજપમાં આવી જાવ તમારી અનેક લોન ચાલે છે,એ ભરી દઈશું…

Abhayam

કોરોના પોઝીટીવ દર્દીના ઘર બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રિમે કેન્દ્ર સરકારને ઝાટકી, કરી મહત્વની ટિપ્પણી

Kuldip Sheldaiya

Leave a Comment