Abhayam News
Abhayam

આ વખતે 3 મહિના પહેલા જ ફોર્મ 1-4 જાહેર કર્યાં

This time form 1-4 was released 3 months ago

આ વખતે 3 મહિના પહેલા જ ફોર્મ 1-4 જાહેર કર્યાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફોર્મ જારી કરી દીધાં છે. આ વખતે ફોર્મ નાણાકીય વર્ષ પૂર્ણ થવાનાં 3 મહિના પહેલાં અને ITR ફોર્મ 1 અને 4 ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ 2024થી 7 મહિના પહેલા ફોર્મ જાહેર કરી દીધાં છે.  

આ વખતે 3 મહિના પહેલા જ ફોર્મ 1-4 જાહેર કર્યાં

ગતવર્ષે ફેબ્રુઆરીમાં આવ્યાં હતાં ફોર્મ
સરકારે આ નોટિફિકેશન 22 ડિસેમ્બરનાં જારી કરી છે. ગતવર્ષે સરકારે બજેટ રજૂ કર્યા બાદ ફેબ્રુઆરી 2023માં ITR ફોર્મ જારી કર્યાં હતાં. ચાલુ નાણાકીય વર્ષનો અંત 31 માર્ચ 2023નાં રોજ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ ભરનારાઓને અત્યારથી પોતાની આવક ગણવામાં મુશ્કેલી થશે. પણ આ ITR-1 એ લોકો માટે છે જેની તમામ સ્ત્રોતોમાંથી કુલ આવક 50 લાખથી વધારે નહીં થઈ શકે

કોણ કરી શકશે આ ફોર્મનો ઉપયોગ?
આ ટેક્સ સ્ટ્રક્ચર અંતર્ગત આવનારી સેલેરી, એક પ્રોપર્ટીથી થતી આવક કે વ્યાજ તેમજ ડિવિડેંડથી થનારી આવક અને કૃષિથી 5000 સુધીની આવક લેનારા લોકો આ ફોર્મનો ઉપયોગ કરી શકશે. જો કે કોઈ કંપનીમાં ડાયરેક્ટર, ગેર લિસ્ટેડ કંપનીઓનાં શેરમાં રોકાણ કરી ચૂકેલા લોકો, કલમ 194N અંતર્ગત આવનારા લોકો, કેપિટલ ગેસ અને 2 સંપત્તિઓથી જેમની આવક થઈ રહી છે તે લોકો આ ફોર્મનો ઉપયોગ નહીં કરી શકે.

ઓલ્ડ ટેક્સ રિજીમ
વર્ષ 2023નાં બજેટમાં નવાં ટેક્સ સ્ટ્રક્ચરને ડિફોલ્ટ ટેક્સ રિઝીમ બનાવી દેવામાં આવ્યું હતું. તેથી જો તમે જૂનાં ટેક્સ સ્ટ્રક્ચરમાં રહેવા ઈચ્છો છો તો નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફોર્મ ભરતાં સમયે તમારે ઓલ્ડ ટેક્સ રિજીમને સિલેક્ટ કરવું પડશે. જો આવું નહીં કરો તો ટેક્સની ગણતરી નવા રિઝીમનાં ઈનકમ ટેક્સ સ્લેબનાં હિસાબે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

AIIMS ના ડિરેક્ટરે શું આપ્યો જવાબ? ભારતમાં કોરોનાની મહામારીમાંથી ક્યારે મળશે રાહત..

Abhayam

વાઇબ્રન્ટ સમિટમાં ઈલેક્ટ્રિક વાહન પર મોટું એલાન

Vivek Radadiya

સોલાર વૃક્ષે ગુજરાતનો ડંકો વગાડ્યો દુનિયાભરમાં.

Deep Ranpariya