Abhayam News
AbhayamGujaratPolitics

દ્વારકામાં મહારાસનો થશે પ્રારંભ

Maharas will begin in Dwarka

દ્વારકામાં મહારાસનો થશે પ્રારંભ દ્વારકામાં મહારાસનો પ્રારંભ થવાનો છે. બે દિવસ શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા એક મહાન અને મહત્વનો ઈતિહાસ રચાવાનો છે. અત્રે જણાવી દઈએ કે, જ્યા 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસ રમશે. જ્યારે એક અદ્ભૂત નજારો જોવા મળશે. જૂદા-જૂદા કાર્યક્રમોની સમગ્ર તૈયારીઓ થઈ ગઈ છે. મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર શણગાર કરવામાં આવ્યો છે તેમજ જગત મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતની મોટી સંખ્યમાં ઉપસ્થિતિ છે.

દ્વારકામાં મહારાસનો થશે પ્રારંભ

ACC ગ્રાઉન્ડમાં આહીરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાશે
સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા આ ખાસ મહારાસનો આયોજન કરવામાં આવ્યું છે. ACC ગ્રાઉન્ડમાં આહીરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાશે. જેમાં 16 હજાર આહીરાણીઓ રાસમાં ભાગ લેશે. ભવ્ય લોક ડાયરા સહિતના કાર્યક્રમ વચ્ચે મહારાસની શરૂઆત પણ થવાની છે.

રાજયના જુદા જુદા 24 જિલ્લા લોકો સહભાગી થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમની રૂપરેખામાં જણાવ્યાનુસાર તા.23-24મી ડીસેમ્બરે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીના અધ્યક્ષસ્થાને આ મહારાસનું આયોજન કરાયું છે. જેમાં હાલાર ઉપરાંત પ્રદેશના એટલે કે, રાજયના જુદા જુદા 24 જિલ્લા સહિત વિવિધ પ્રાંતના 37 હજાર આહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજજ બની આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીરાણીઓ દિવ્ય રાસ રમવા આવશે
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

પાકિસ્તાન જેવા 50 દેશ ખરીદી શકે એટલો પૈસો! 

Vivek Radadiya

નવા વેરિએન્ટ JN.1  ના ગુજરાતમાં 36 કેસ નોંધાયા

Vivek Radadiya

સુરતમાં લાકડામાંથી બનેલ અયોધ્યાનાં રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું ધૂમ વેચાણ

Vivek Radadiya