Abhayam News
Abhayam

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને ફરી એક વખત ફટકારી જાણો શું કહ્યું..

અમને આકરા નિર્ણયો લેવા પર મજબૂર ન કરો(સુપ્રીમ કોર્ટ)

દિલ્હીને ઓક્સિજન સપ્લાઈ (Oxygen crisis in dlehi) ને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે, અમને આકરા નિર્ણય લેવા માટે મજબૂર ન કરો. દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનને લઈને સુપ્રીમ કોર્ટે આ વાત કહી છે. દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેમના આદેશ બાદ પણ દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ કરવામાં આવી રહી નથી. સર્વોચ્ચ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે, તેણે દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ નક્કી કરવી પડશે. કોર્ટે કહ્યું કે, તેમણે આ સપ્લાઈ ત્યાં સુધી ચાલું રાખવી પડશે, જ્યાં સુધી આદેશની સમીક્ષા કરવામાં ન આવે કે કોઈ ફેરફાર ન કરવામાં આવે. 

કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને બેંચે કહ્યુ, અમને કોઈ કડક નિર્ણય લેવા પર મજબૂર ન કરો. આદેશ છે કે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ નક્કી કરે. આ પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોના દર્દીઓની જરૂરીયાતો પૂરી કરવા માટે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવો જોઈએ. કોર્ટે કહ્યું, જો કંઈ છુપાવવા માટે નથી તો પછી સરકાર આગળ આવી દેશને તે જણાવે કે કઈ રીતે કેન્દ્ર સરકાર તરફથી ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે દરરોજ રાજધાની માટે 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઈની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે તો તે નક્કી કરશે કે પ્રદેશમાં કોઈ દર્દીનું મોત ઓક્સિજનની કમીને કારણે ન થાય. અરવિંદ કેજરીવાલે ગુરૂવારે કહ્યુ, જો અમને ઓક્સિજન પૂરતો મળે છો તો પછી અમે દિલ્હીમાં 9 હજારથી 9500 બેડની વ્યવસ્થઆ કરી શકશુ. અમે ઓક્સિજન બેડ તૈયાર કરી શકીશું. હું તમને લોકોને વિશ્વાસ અપાવુ છું કે 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ થવા પર દિલ્હીમાં ઓક્સિજનની કમીથી કોઈ દર્દીના મોત થશે નહીં. 
 

Related posts

ઉત્તર ગુજરાતની આ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, 7 સભ્યોના રાજીનામા પડ્યા…

Abhayam

CBSE બોર્ડે 10મી અને 12મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો

Vivek Radadiya

આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠકનુ આયોજન

Vivek Radadiya