સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે કહેર મચાવ્યો છે. જેમને કારણે કેટલાય દર્દીઓમાં મોત થય ચુક્યા છે. બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ મેળવવા માટે અને ઓક્સિજનન મેળવવા માટે ફાફા પડતા હતા. ત્યારે સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વકરી રહેલા કોરોનાથી બચાવવા તેમના દીકરાએ અમેરિકાથી પ્લેન મોકલ્યું છે. જાણીએ શું છે સમગ્ર મામલો…
મળતી માહિતી અનુસાર વકરી રહેલી કોરોનાની મહામારીમાં સુરતમાં રહેતા વૃદ્ધ માતા પિતાને અમેરિકા લઇ જવા માટે તેમના તબીબ દીકરાએ અમેરિકન આર્મીનું પ્લેન સુરતમાં મોકલ્યું હતું. સુરતના કામરેજના સેવણી ગામે રહેતા તેમના વૃદ્ધ માતા-પિતાને કોરોનાના કહેરથી બચાવવા માટે અમેરિકાના સાયપ્રસમાં રહેતા તબીબ દીકરાએ પ્લેન મોકલાવ્યું હતું. ગઈ 10 ત્રીખના રોજ 19 સીટનું પ્લેન તેમના માતા-પિતાને લેવા માટે સુરતના એરપોર્ટે આવ્યું હતું અને 1 કલાકની અંદર જ સાયપ્રસ તરફ જવા માટે રવાના થઈ ગયું હતું.
સુરતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લીધે તેમના માતા-પિતાની ચિંતા થતી હતી. જેમને લીધે સાયપ્રસ રહેતા તબીબ દીકરાએ તેમના માતા-પિતાને ત્યાં તેડાવવા માટે સ્પેશીયલ પ્લેન મોકલવામાં આવ્યું હતું. વારે 9 વાગ્યે ગલ્ફ સ્ટ્રીમ-4 કક્ષાનું લક્ઝુરિયસ વિમાન સુરત એરપોર્ટ પર આવી પહોચ્યું હતું. જેમને લઈને પેસેન્જર અને સ્ટાફ આશ્વર્યજનક સ્થિતિમાં મૂકી ગયો હતો.
અમેરિકાના મિડલ ઇસ્ટના સાઈપ્રસમાં રહેતા ગુજરાતી ડોકટરે પોતાના માતા-પિતાને કોરોનાથી બચાવવા માટે સ્પેશીયલ વિમાન સુરતમાં મોકલવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પાસેથી મળતી માહિતી અનુસાર કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે તેમના વૃદ્ધ માતા-પિતા તેમની ઝપેટમાં ન આવે તે હેતુસર ગુજરાતી ડોકટરે સાયપ્રસના લનાર્કા ઈન્ટરનેશનલ એરપોર્ટથી એક સ્પેશીયલ ફ્લાઈટ સુરત મોકલવામાં આવી હતી. જે સોમવારના રોજ સવારે ૦૯:૦૫ વાગ્યે સુરત એરપોર્ટ પર આવીને રણછોડભાઈ પટેલ અને સવિતાબેન પટેલ એમ 2 પેસેન્જરને લઈને પરત લનાર્કા એરપોર્ટ જવા માટે 10.52 કલાકે પ્લેન ઉપડી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.
12 comments
Comments are closed.