Abhayam News
AbhayamNews

સરકારના વિભાગે જ પોલ ખોલી? વાંચો સંપૂર્ણ ખબર ….

  • ગુજરાતમાં છેલ્લા 71 દિવસમાં કુલ 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા
  • ગુજરાતમાં બે મહિનામાં 1.23 લાખથી ડેથ સર્ટિફિકેટ અપાયા, કોરોનાથી 4,218નાં મોત
  • કોરોનાને લઈ સરકાર પર વાસ્તવિકતા છૂપાવવાનો આક્ષેપ
  • સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે
  • મૃત્યુ મુદ્દે સરકારે જાહેર કરેલા આંકડાઓ સામે સવાલ
  • કોરોનાને લઈ સરકાર પર વાસ્તવિકતા છૂપાવવાનો આક્ષેપ

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસ અને હાહાકર જેવી પરિસ્થિતિ વચ્ચે સંક્રમણની બીજી લહેરમાં ઘણા બધા લોકો દ્વારા સરકારના આંકડાઓ સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે. દેશ જ નહીં વિદેશી મીડિયાએ પણ દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે થઈ રહેલી મોતના આંકડા સરકાર બતાવે છે તેના કરતાં ઘણા વધારે હોય શકે છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના કારણે થઈ રહેલી મોતના આંકડાઓ સામે આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ઘણીવાર સરકાર જ પોતાના આંકડાઓમાં ગોથાં ખાતી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસ દ્વારા પણ વારંવાર સરકારના મોતના આંકડા સામે સવાલો કરવામાં આવે છે ત્યારે હવે સરકારના જ વિભાગો સરકારના આંકડાઓની પોલ ખોલી રહ્યા છે. 

1 માર્ચથી 10 મે વચ્ચે 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઈશ્યૂ

ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ પર જે આંકડા બહાર પાડવામાં આવે છે તે અનુસાર રાજ્યમાં છેલ્લા 71 દિવસમાં 4218 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે. પરંતુ સરકારના જ વિભાગ વારા 1.23 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવે છે. પહેલી માર્ચથી 10 મે સુધીમાં ગુજરાતમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા છે જેમાં અમદાવાદમાં 71 દિવસમાં 13,593 ડેથ સર્ટિ ઈશ્યૂ થયા હોવાનું સામે આવ્યું છે. 

ચાર મોટા શહેરમાં 71 દિવસમાં કેટલા ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા 

અમદાવાદ 13,593
સુરત 8851
રાજકોટ10,887
વડોદરા 4158 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

જાણો ગ્રાહકોને કેટલા પૈસા પાછા મળશે,RBIએ આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું…

Abhayam

મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ

Vivek Radadiya

WhatsApp પર સ્પેમ મેસેજ શેર કરવાનું ટાળો

Vivek Radadiya