Abhayam News
AbhayamNews

હોમ મિનિસ્ટ્રીએ જાહેર કર્યો નંબર:-હવે ઓનલાઇન ફ્રોડની તુરંત ફરિયાદ કરી શકશો..

સુરક્ષિત અને સલામત ડિજિટલ પેમેન્ટ ઇકો સિસ્ટમ પૂરી પાડવાની મોદી સરકારની વચનબદ્ધતાને પુનર્જિવિત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગૃહ મંત્રી અમિત શાહની આગેવાની હેઠળ સાઇબર છેતરપિંડીને કારણે થતાં આર્થિક નુકસાન નાબૂદ કરવા નેશનલ હેલ્પલાઇન 155260 અને રિપોર્ટિંગ પ્લેટફોર્મ કાર્યરત કર્યું હતું. આ નેશનલ હેલ્પલાઈન અને રિપોર્ટિંગ પ્લેટફોર્મ સાઇબર છેતરપિંડીનો ભોગ બનેલી વ્યક્તિને તેની આકરી મહેનતની કમાણીના નુકસાનને અટકાવવા માટે આવા કેસમાં રિપોર્ટ કરવામાં મદદરૂપ થશે.

લૉ ઓફ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, બેંકો અને ફાઇનાન્સિયલ સંસ્થાઓના એકત્રિત કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા સિટિઝન ફાઇનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી હતી. હાલમાં 155260ની સાથે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ) દ્વારા અપનાવાવમાં આવી છે.

આ હેલ્પલાઇન ઓનલાઇન રહેશે અને તે 2021ની પહેલી એપ્રિલે લોંચ કરાઈ હતી. ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડીનેશન સેન્ટર (I4C) દ્વારા આ હેલ્પલાઈન 155260 અને તેના રિપોર્ટિંગ પ્લેટફોર્મને કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં તેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ), મોખરાની તમામ બેંકો, પેમેન્ટ બેંકો, વોલેટ અને ઓનલાઇન મર્ચન્ટનો સાથ અને સહકાર સાંપડેલો છે.

આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દેશની 35 ટકા વસતિ આવરી લે છે. છેતરપિંડી કરનારાઓ દ્વારા રોકવામાં આવતા નાણાના પ્રવાહને અટકાવવા માટે અન્ય રાજ્યોમાં પણ આ સિસ્ટમ અમલી બનાવવામાં આવશે. આ સિસ્ટમને લોંચ કર્યાના બે મહિનામાં હેલ્પ લાઇન 155260 દ્વારા 1.85 કરોડ રૂપિયા છેતરપિંડી કરનારાઓના હાથમાં જતા બચાવી લેવામાં આવ્યા છે. દિલ્હી અને રાજસ્થાને આ રીતે અનુક્રમે 58 લાખ રૂપિયા અને 53 લાખ રૂપિયા બચાવ્યા છે.

આ સવલતને કારણે બેંક અને પોલીસ બંનેને નવી ટેકનોલોજી મારફતે ઓનલાઇન છેતરપિંડીને લગતી માહિતી શેર કરવામાં મદદ મળી રહે છે અને તેઓ આ મામલે સત્વરે પગલાં ભરી શકે છે. નાણા ક્યાં જઈ રહ્યા છે તે જાણી લઈને તેને અટકાવી શકાય છે અને તેનાથી ઓનલાઇન છેતરપિંડી રોકીને છેતરપિંડી કરનારાના હાથ સુધી નાણા પહોંચે તે પહેલા ડિજિટલ ઇકોસિસ્ટમથી તેને રોકી શકાય છે. હેલ્પલાઇન અને તેની સાથે સંકળાયેલા વિવિધ પ્લેટફોર્મ આ મુજબની પદ્ધતિથી કાર્ય કરે છે. સાઇબર છેતરપિંડીનો ભોગ બનેલી વ્યક્તિ હેલ્પલાઇન નંબર 155260 પર ફોન કરી શકે છે. આ નંબર સંબંધિત રાજ્ય પોલીસની દેખરેખ હેઠળ કાર્યરત હોય છે.

જો છેતરપિંડીની રકમ હજી ખાતામાં જ પડી હોય તો બેંક તેને હોલ્ડ પર રાખી શકે છે જેમ કે છેતરપિંડી કરનારી વ્યક્તિ ત્યાર બાદ એ નાણા ઉપાડી શકતો નથી. જો એ રકમ અન્ય બેંકમાં પહોંચી ગઈ હોય તો ટિકિટ દ્વારા આ જાણી શકાય છે કે કઈ બેંકમાં એ નાણાની રકમ પહોંચી છે. આ પ્રક્રિયા છેતરપિંડી કરનારાના હાથમાં પહોંચતી રકમ અટકે નહીં ત્યાં સુધી જારી રહે છે.

પોલીસ ઓપરેટર છેતરપિંડીના વ્યવહાર (ટ્રાન્ઝેક્શન) અને કોલરની મૂળભૂત અંગત માહિતીની વિગતોનીનોંધ કરે છે અને ટિકિટના ફોર્મમાં આ માહિતી સિટિઝન ફાઇનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમને સુપરત કરે છે. આ ટિકિટ સંબંધિત બેંકો, વોલેટ્સ, મર્ચન્ટ્સ સહિત આગળ ધપાવવામાં આવે છે. તેનો આધાર ભોગ બનેલાની બેંક અથવા તો જે બેંક કે વોલેટમાં છેતરપિંડીના આ નાણા ગયા હોય તેને જાણ કરવામાં આવે છે.

હાલમાં હેલ્પલાઈન અને તેનું રિપોર્ટિંગ પ્લેટફોર્મ મોખરાની તમામ જાહેર અને ખાનગી બેંકોને આવરી લે છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા. બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, ઇન્ડસઇન્ડ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઈ બેંક, એક્સિસ, યસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સિસ્ટમમાં તમામ પ્રમુખ વોલેટ અને મર્ચન્ટ પણ સામેલ છે જેમાં પેટીએમ, ફોનપે, મોબીકિવક, ફ્લિપકાર્ટ અને એમેઝોન લિંકનો સમાવેશ થાય છે. હેલ્પલાઇન અને રિપોર્ટિંગ પ્લેટફોર્મની સફળતા કેટલાક એવા કિસ્સા પરથી પુરવાર થઈ છે જેમાં છેતરપિંડી કરનારે પોતાનો પીછો થતો અટકાવવા માટે પાંચ અલગ અલગ બેંકમાં નાણા વારંવાર ટ્રાન્સફર કરાવ્યા હોવા છતાં અંતે છેતરપિંડીની રકમ તેના સુધી પહોંચતી અટકાવાઈ છે.

ભોગ બનેલાને પણ ફરિયાદ મળી હોવાના નંબર સાથે એસએમએસ કરવામાં આવે છે જેમાં છેતરપિંડીની સંપૂર્ણ વિગતો 24 કલાકમાં આ નંબરના ઉલ્લેખ સાથે નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in/)ને મોકલવાની સૂચના આપવામાં આવી હોય છે. આમ થતાં સંબંધિત બેંકો તેના રિપોર્ટિંગ પોર્ટલના ડેશબોર્ડ પર આ ટિકિટ જોઈ શકે છે જે તેણે પોતાની આંતરિક સિસ્ટમ સાથે ચેક કરવાની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાની હાર પર પ્રતિક્રિયા આપી

Vivek Radadiya

રાજ્ય બન્યું ઇકો ફ્રેન્ડલી

Vivek Radadiya

ડુંગળીના ભાવ ગગડ્યા-હરાજી બંધ

Vivek Radadiya