Abhayam News
AbhayamNews

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને વળતર મળે માટે નોટિસ મોકલી..

સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના વાયરસના સંક્રમણથી મરનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ પણ મોકલી હતી. કોર્ટે કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરવાને લઈ સમાન નીતિની માંગ કરતી અરજી મામલે સરકારને શું કોરોનાથી પીડિત લોકો માટે કોઈ એક સમાન પોલિસી છે એવો સવાલ કર્યો હતો. 

સુનાવણી દરમિયાન કેન્દ્રને કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુના પ્રમાણપત્ર જાહેર કરવા અંગેના આઈસીએમઆરના દિશા-નિર્દેશોની જાણકારી ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મુદ્દે નોટિસ મોકલી હતી અને 10 દિવસમાં જવાબની માંગણી કરી હતી. આ જનહિત અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે, કોર્ટ રાજ્ય સરકારોને નિર્દેશ આપે કે મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજોમાં મૃત્યુના કારણ તરીકે કોરોના વાયરસ નોંધવામાં આવે. 

જ્યાં સુધી કોઈ સત્તાવાર દસ્તાવેજ કે મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરવા એક સમાન નીતિ નહીં હોય જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે મૃત્યુનું કારણ કોવિડ હતું ત્યાં સુધી મૃતકના પરિવારજનો જો કોઈ એવી યોજના હોય તો તે અંતર્ગત વળતરનો દાવો નહીં કરી શકે. પીઠે કેન્દ્રને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહીને આગામી સુનાવણી માટે 11મી જૂન નિર્ધારિત કરી હતી. (સોર્સ:- ગુજરાત સમાચાર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

60 વર્ષથી ચાલતી આ દૂધ ધારા પરિક્રમા

Vivek Radadiya

મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza

Vivek Radadiya

પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી, ડ્રાઈવરનો બચાવ….

Abhayam

13 comments

Comments are closed.