Abhayam News
Abhayam Social Activity

સુરત :-ફંગલ મ્યુકરમાઈકોસિસ રોગ ના દર્દી સાગર આઈસોલેશન સેન્ટરથી પર થી સાજા થઈને ઘરે ગયા.

સુરતની ઘણી બધી સામાજીક સંસ્થો દ્વારા આઇશોલેસન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં SMC, સામાજિક સંસ્થાઓ અને અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ અઈસોલેશનની જગ્યાએ વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ટરો શરુ કરવામાં આવ્યા હતા

આવા સંજોગોમાં વિવિધ સંસ્થાઓ સેવા નામની એક સંયુક્ત સંસ્થાના બેનર તેમજ પોતાના સામાજિક સંસ્થાના નામ હેઠળ મહાનગરપાલિકાના વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ત્ત્રો શરુ થયા છે.

દરેક સંસ્થાના કાર્યકરો અને સંસ્થાના વિવિધ સ્વયંસેવકો અને વિવિધ દાતાઓના સાથ અને સહકારથી આ ભગીરથ કાર્ય ચાલુ થયેલ છે. આવા કપરા સંજોગોમાં જ્યાં પોતાના સ્વજનોને બેડની સુવિધા ના મળતી હોઈ, નાના અમથા ઘરમાં આઇસોલેશનની સુવિધા ના હોઈ અને આ સમયે આર્થિક રીતે પણ સક્ષમના હોઈ તેવા તમામ લોકો માટે આ સેન્ટરો આશીર્વાદ રૂપ સાબિત થયા છે..

સાગર કોમ્યુનિટી હોલ કાપોદ્રા ખાતે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રેરિત ચાલતું આયસોલેશન સેન્ટર જેનું સંચાલન ટાઇગર ફોર્સ,મંગલનાથ આહીર યુવક મંડળ, કામધેનુ ધૂન મંડળ,
SRD ટ્રસ્ટ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી નાં સહિયારા પ્રયાસો થી થઈ રહ્યું છે, જેમાં દર્દી તરીકે કુંવરબેન જાદવભાઈ મોવાલિયા દાખલ હતા તેમની ઉંમર ૬૩ વર્ષ છે

તેઓની ફંગલ મ્યુકરમાઈકોસિસ ની સારવાર ડો.સુરેશ સાવજ અને અત્રેની ડો.ટીમ દ્વારા ચાલતી હતી. આ આઈસોલેશન સેન્ટર પરથી તેઓ સ્વસ્થ થઈ આજ રોજ ઘરે ગયા છે સંચાલકો તરફથી દર્દી ને વૃક્ષ આપી રજા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

સુરત:-ચોર આ રીતે ચોરી કરતો હતો જેથી પોલીસ પણ ચોંકી ઉઠી….

Abhayam

IND vs AUS::ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ મોડી શરુ થશે ભીના મેદાનના કારણે વિલંબ

Archita Kakadiya

દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

Abhayam

Leave a Comment