Abhayam News
Abhayam News

હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને લેટર લખી આ સવાલો કર્યા અને આ માંગણી કરી..

હાર્દિક પટેલે આ વિષય પર મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. પણ કોરોના બાદ અન્ય એક બીમારીના કેસ વધી રહ્યા છે. એ છે મ્યુકોરમાઈકોસિસ. કોરોના થયા બાદ દર્દીમાં આ બીમારી વધી રહી છે. સોમવારના રીપોર્ટ અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 500થી વધુ દર્દીઓ એડમીટ છે.

જ્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. સંવેદનશીલ સરકાર સામે આ વિષયને લઈને રજૂઆત કરવામાં આવે છે.

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આ બીમારી સામેની સારવાર મફતમાં મળે તેમજ ઈન્જેક્શનના કાળા બજાર પર અંકુશ આવે એવી મારી વિનંતી છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના અંદાજીત 2281 નવા કેસ નોંધાઈ ગયા છે. દિવસે દિવસે આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે આ રોગનું નિદાન ખર્ચાળ છે. દિવસે દિવસે આ રોગને લઈને જોખમ પણ વધી રહ્યું છે.

આ સારવારમાં ઉપયોગી ઈન્જેક્શનની કાળાબજારી પર લગામ ખેંચવા માટે પણ માંગ કરી છે. હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો કે, કોરોના વાયરસની બીજી લહેરમાં દવા, ઑક્સિજન તેમજ બેડની અગવડતાને કારણે અનેક લોકો હેરાન પરેશાન થયા છે. પહેલી લહેર કરતા બીજી લહેરમાં વધુ લોકોનાં મોત થયા છે. મ્યુકોરમાઈકોસિસ બીમારીએ માથું ઉપાડ્યું છે. આ બીમારીની સારવાર રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય એમ નથી. આ સારવાર પાછળ કુલ રૂ.9થી 12 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એક દર્દીને એન્ફોટેરિસિન ઈન્જેક્શનનો 100થી 150નો ડોઝ અપાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

ગુજરાતના આ શહેરો વેપારીએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો..

Abhayam

સુરત :: રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર બન્યો આર્મી લેફ્ટિનેન્ટ, જાણો સંપૂર્ણ સ્ટોરી..

Abhayam

અમરેલી:-SP એ કોન્સ્ટેબલને બચાવવા માટે દરિયામાં છલાંગ મારી…

Abhayam

Leave a Comment