Abhayam News
AbhayamNews

વીજળી પેદા કરવામાં ગુજરાત કોરોનાકાળમાં દેશમાં પ્રથમ રહ્યું…

કોરોના સંક્રમણના સમયમાં વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદન ઓછું થયું છે પરંતુ વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલાક્રમે આવ્યું છે. રાજ્યમાં એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમ્યાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી 1020 મેગાવોટ થઇ છે જે વિન્ડ પાવર પ્રોજેક્ટ ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં પ્રથમક્રમે છે.

આ સમયગાળામાં તામિલનાડુમાં 303 મેગાવોટ, કર્ણાટકમાં 148 મેગાવોટ, રાજસ્થાનમાં 27 મેગાવોટ તેમજ આંધ્રપ્રદેશમાં ચાર મેગાવોટ કેપેસિટીમાં વધારો થયો છે. આ સાથે ગુજરાતની પાવર જનરેશનની કુલ ઓપરેશનલ કેપેસિટી 7541.5 મેગાવોટથી વધીને 8561.8 મેગાવોટ થઇ છે. છેલ્લા વર્ષની તુલનામાં ગુજરાતે 1468.4 મેગાવોટની કેપેસિટીનો વિસ્તાર કર્યો છે.

રાજ્યના ઉર્જા વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશમાં વિન્ડ પાવર જનરેશન કેપેસિટીમાં તામિલનાડુ પ્રથમક્રમે છે. આ રાજ્યમાં કુલ કેપેસિટી 10,000 મેગાવોટ સુધી પહોંચવાની તૈયારી છે. 2019ના વર્ષમાં રાજ્યમાં 9500 મેગાવોટની કેપેસિટી નોંધવામાં આવી છે. બીજા નંબરે આવેલા ગુજરાતમાં 2018માં પાવર જનરેશન કેપેસિટી 6044 મેગાવોટ હતી જે 2019માં વધીને 7855 મેગાવોટ થઇ હતી અને હવે છેલ્લા રિપોર્ટ પ્રમાણે 8561.8 મેગાવોટ થઇ છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વિન્ડ પાવર પ્રોજેક્ટમાં જનરેશન કેપેસિટી 4900 મેગાવોટ સુધી પહોંચી છે જ્યારે કર્ણાટકની કેપેસિટી 4800 મેગાવોટ જોવા મળી છે. રાજસ્થાનનો ક્રમ પાંચમો છે. આ રાજ્યમાં પાવર જનરેશન કેપેસિટી 4400 મેગાવોટની થવા જાય છે.

ભાજપના કુલ નવ રાજ્યોમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ એવા છે કે જ્યાં પાવર જનરેશન કેપેસિટીમાં વધારો થઇ રહ્યો છે. અન્ય રાજ્યોમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કેરાલાનો સમાવેશ થાય છે. દેશની કુલ ઇન્સ્ટોલ વિન્ડ કેપેસિટી 37500 મેગાવોટ કરતાં વધારે છે જે 2018માં 35626 અને 2017માં 34046 મેગાવોટ જોવા મળી હતી.

દેશમાં 2005ના વર્ષમાં વિન્ડ પાવર ઇન્સ્ટ્રોલ કેપેસિટી માત્ર 6270 મેગાવોટ જોવા મળી હતી. વિશ્વના દેશોમાં ભારત અને ચાઇના એવા દેશો છે કે જ્યાં વિન્ડ પાવર પ્રોજેક્ટ મોટી માત્રામાં આવેલા છે અને વીજળીનું ઉત્પાદન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો કેટલી AQI કેટલી સિગારેટની બરાબર છે

Vivek Radadiya

તમે પૂણેમાં બનાવેલું લગ્નનું આવું કાર્ડ નહીં જોયું હોય

Vivek Radadiya

સુરતના કોસંબામાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યો વધુ એક વેપારી યુવક

Vivek Radadiya

13 comments

Comments are closed.