ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ 70000ને પાર ભારતીય શેર માર્કેટમાં ગયા અઠવાડિયે જે તેજીનો તબક્કો શરૂ થયો હતો તે આ અઠવાડિયે પણ ચાલી રહ્યો છે. બજારમાં બંને ઇન્ડેક્સ સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30-શેર ઇન્ડેક્સ સેન્સેક્સે ઇતિહાસ રચ્યો છે. સેન્સેક્સ 70 હજાર સુધી પહોંચી ગયો છે.
ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ 70000ને પાર
બજારમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 70,048.90ના ઓલ ટાઈમ હાઇ લેવલ પર પંહોચ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી-50 વિશે વાત કરીએ તો, તે શરૂઆતના ટ્રેડિંગમાં જ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
સેન્સેક્સની જેમ NSE નો નિફ્ટી પણ સતત નવા ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યો છે. નિફ્ટીએ 10.70 પોઈન્ટના ઉછાળા સાથે 20,980.10 ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને પછી વધુ ઉછાળો શરૂ કર્યો હતો. સવારે 10 વાગ્યા સુધીમાં, તે લગભગ 40 પોઈન્ટ્સ વધ્યો અને 21,019.80 ની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે તેનું અત્યાર સુધીનું ટાઈમ હાઇ લેવલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.