Abhayam News
Abhayam News

દેશનું પહેલું શહેર જ્યાં સોમવારથી શરૂ કરાશે ડોર- ટુ -ડોર વેક્સિનેશન કેમ્પેન..

બીકાનેરમાં ઓછામાં ઓછા 10 લોકોના સાઈન અપ કર્યા બાદ વેક્સિન વેન લોકોના ઘર માટે રવાના થશે. વેક્સિનની એક શીશીનો ઉપયોગ 10 લોકોને રસી આપવા માટે કરી શકાય છે.

”કોને મળશે આ કેમ્પેનનો લાભ”

રાજસ્થાનનું બીકાનેર દેશનું પહેલું એવું શહેર બનવા જઈ રહ્યું છે જે ઘરે ઘરે જઈને કોરોનાની વિરોધમાં કેમ્પેન શરૂ કરશે. 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે આ વેક્સીનેશન ડ્રાઈવ સોમવારથી શરૂ કરાશે. લોકોના ઘર સુધી વેક્સિન પહોંચાડવા માટે 2 એમ્બ્યુલન્સ અને 3 મોબાઈલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ સિવાય જિલ્લા પ્રશાસને હેલ્પલાઈનના રૂપમાં એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જ્યાં લોકો પોતાનું નામ અને સરનામું આપીને રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

બીકાનેર બન્યું દેશનું પહેલું શહેર


સોમવારથી શરૂ કરાશે ડોર- ટુ -ડોર વેક્સિનેશન કેમ્પેન


જાણો કઈ રીતે કામ કરશે આ ખાસ કેમ્પેન

રાજ્યની રાજધાની જયપુરથી લગભગ 340 કિમી દૂર છે બીકાનેર, અહીં 16 શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર છે. આ કેન્દ્રાના ડોક્ટરોને સૂચિત કરાશે કે તેમના ક્ષેત્રમાં કોને વેક્સિન આપવામાં આવી રહી છે જેથી કોઈ પણ સાઈડ ઈફેક્ટનું ધ્યાન રાખી શકાય. બીકાનેરના કલેક્ટર નમિત મહેતાએ કહ્યું કે 2011ની વસ્તી ગણતરી અનુસાર શહેરની આબાદી 7 લાખથી વધારે છે અને સાથે લગભગ 50-60 ટકા વસ્તીનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. અહીં લગભગ 3 લાખ 69 હજાર લોકોનું વેક્સિનેશન થયું છે. છેલ્લા 24 કલાકમાં ફક્ત 28 નવા કેસ આવ્યા છે. જિલ્લામાં કુલ 40,118 કેસ નોંધાયા છે અને સાથે અત્યારસુધીમાં કુલ 527 લોકોના મોત થયા છે.


ઓછામાં ઓછા 10 લોકોના સાઈન અપ થયા બાદ વેક્સિન લેન લોકોના ઘર માટે રવાના થશે. મળતી માહિતી અનુસાર 10 લોકોના રજિસ્ટ્રેશનની લિમિટ એટલા માટે રખાઈ છે કે કારણ વિનાનો ખર્ચ ઘટાડી શકાય. રસીની એક શીશીનો ઉપયોગ 10 લોકોને વેક્સિન આપવા માટે કરી શકાય છે. જે વ્યક્તિને વેક્સિન લગાવાશે તેમની પાસે ઓબ્ઝર્વેશન માટે એક મેડિકલ સ્ટાફ પણ રહેશે. જ્યાં વેક્સિન આપ્યા બાદ વેક્સિન વેન અન્ય એડ્રેસ પર જશે.

હાઈકોર્ટે કેન્દ્ર દ્વારા સ્થાપિત નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ફોર વેક્સિન એડમિનિસ્ટ્રેશન ઓફ કોરોનાના અધ્યક્ષને ડોર ટુ ડોર ડ્રાઈવ શરૂ કરવાના મુદ્દા પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો અને સાથે નવી સુનાવણી 2 જૂને નક્કી કરાઈ હતી. કોર્ટે કહ્યું હતું કે નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ડોર ટુ ડોર ડ્રાઈવ શરૂ કરવાના પક્ષમાં નિર્ણય લેશે તો તેને અદાલતના આદેશની રાહ જોયા વિના લાગૂ કરી શકાશે.

બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે કેન્દ્રની આ અસંવેદનશીલતાથી તેઓ નિરાશ અને હતાશ છે કે તેઓએ વરિષ્ઠ નાગરિકો, ખાસ કરીને વિકલાંગ, પથારી વશ અને વ્હીલચેરના સહારે રહેનારા માટે ઘરે ઘરે જઈને વેક્સીનેશન શરૂ કર્યું નથી. આ મુદ્દે કેન્દ્રએ પોતાની નીતિ પર ફરી વિચાર કરવાની જરૂર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ શહેરના ઝૂમાં આઠ સિંહ પોઝિટીવ:- કોરોના પ્રાણીઓમાં પણ ફેલાયો..

Abhayam

ખેડૂતો ચિંતામાં:-કોરોના વચ્ચે સૌરાષ્ટ્રમાં આ બે જગ્યા પર પડ્યો કમોસમી વરસાદ..

Abhayam

જુઓ આ શહેર માં ૧૭ દિવસ માં ચોથી વાર કમોસમી વરસાદ ખાબકયો…..

Abhayam

Leave a Comment