Abhayam News
Abhayam News

ચુકાદોઃમોરબીમાં દુષ્કર્મીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા…..

મોરબીમાં દુષ્કર્મીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, 5 વર્ષ બાદ મળ્યો ન્યાય….

મોરબીની સ્પે.પોકસો કોર્ટનો દાખલારૂપ ચુકાદો, દુષ્કર્મના આરોપીને 30 હજારનો દંડ અને આજીવન કેદ ફટકારી

મોરબી જીલ્લામાં પાંચ વર્ષ અગાઉ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ જે બાદ સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું.

જે મામલે આજે મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 30 હજારનો દંડ ફટકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનેલી સગીરાના પરિવારને સાત લાખ રૂપિયાની સહાય ચૂકવવા હુકમ પણ કરવામાં આવ્યો છે.

મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ એમ.કે ઉપાધ્યાયએ આરોપી પપ્પુ નારસંગ ભીલને રેપ કેસમાં દોષિ ઠેરવી આજીવન કેદની સજા આપી છે.

 સરકારી વકીલ સંજય દવેએ ધારદાર દલીલો તેમજ આરોપી વિરુદ્ધ પુરાવાનો ખડકલો રજૂ કરતાં આરોપીને કડકમાં કડક સજા અપાવવામાં મદદ મળી છે. આરોપીને 30 હજાર જેટલો દંડ જ્યારે પીડિતાને સરકાર તરફથી 7 લાખ વળતર પેટે આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

ટંકારા નજીક વર્ષ 2016માં એક સગીરાને મજૂરી કામની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ તેણીને ગોંધી રાખી અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

જેમાં મૂળ મધ્યપ્રદેશનો વતની અને ત્યારે ટંકારા તાલુકાના મીતાણા પાસે વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતો પપ્પુ નારસંગ ભીલ નામનો આરોપી ગઈ તારીખ 14 મે 2016ના રોજ વાંકાનેરથી એક સગીરાને વાડીમાં મજૂરી કામની લાલચ આપી સાધનમાં મોરબી લાવ્યો હતો.

જ્યાં ખેતરમાં આવેલી વાડીમાં બળજબરી પૂર્વક રાખી 7 થી 8 દિવસ સુધી પીડિતા સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ કંટાળી ઝેરી દવા પી લેતા મોત નીપજ્યુ હતુ

જે બાદ પીડિતાની માતાએ ફરિયાદ કરતાં દુષ્કર્મ અને પોકસો એકટ કલમ હેઠળ ગુનો નોંધી બે આરોપીમાંથી એક આરોપીની ટંકારા તાલુકા પોલીસે ધરપકડ કરી હતી, હજુ પણ દુષ્કર્મનો એક આરોપી ફરાર છે.

મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ એમ.કે ઉપાધ્યાયએ આરોપી પપ્પુ નારસંગ ભીલને રેપ કેસમાં દોષિ ઠેરવી આજીવન કેદની સજા આપી છે.  

સરકારી વકીલ સંજય દવેએ ધારદાર દલીલો તેમજ આરોપી વિરુદ્ધ પુરાવાનો ખડકલો રજૂ કરતાં આરોપીને કડકમાં કડક સજા અપાવવામાં મદદ મળી છે. આરોપીને 30 હજાર જેટલો દંડ જ્યારે પીડિતાને સરકાર તરફથી 7 લાખ વળતર પેટે આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ આ જીલ્લા ના કલેક્ટર કહી દીધી આ મોટી વાત…

Abhayam

Baby Shower:: હાઈ સ્લિટ ડ્રેસમાં પતિ કરણ સાથે જોવા મળી બિપાશા બાસુ,દેખાયો પ્રેગ્નેન્સી ગ્લો

Archita Kakadiya

મોટી દુર્ઘટના:-ફરી એકવાર હોસ્પીટલની બેદરકારી સામે આવી ભયંકર આગમાં ICUના 13 કોરોના દર્દીઓના થયા મોત..

Abhayam

Leave a Comment