Abhayam News
AbhayamNews

આ શહેરમાં આ તારીખે આર્મી ભરતીની લેખિત પરીક્ષા યોજાશે..

આર્મી ભરતી રેલી જે દેવભૂમિ દ્વારકા ખાતે ગત તા. 1 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી 2021 સુધી યોજાયેલ હતી, તેમાં મેડીકલમાં પાસ થયેલા રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ-ભુજ અને દીવના ઉમેદવારો માટે આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા તા. 25-7-2021ના રોજ સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે.

આ લેખિત પરીક્ષામાં મેડીકલ પાસ કર્યા બાદ આપવામાં આવેલા એડમિટ કાર્ડ માન્ય ગણવામાં આવશે નહિ. મેડિકલમાં પાસ થયેલા ઉમેદવારોએ નવું એડમિટ કાર્ડ મેળવવા માટે તા. 11 જુલાઈ 2021 ના રોજ રાજકોટ, અમરેલી, મોરબી અને પોરબંદર તથા તા. 12 જુલાઈ 2021 ના જામનગર, સુરેન્દ્રનગર અને દીવ તથા તા. 13 જુલાઈ 2021ના રોજ કચ્છ-ભુજ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા તથા તા. 14 જુલાઈ 2021 ના રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ તેમજ તા. 15 જુલાઈ થી 17 જુલાઈ 2021 દરમ્યાન ભાવનગર જીલ્લાના ઉમેદવારોએ રૂબરૂ આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ, જામનગર ખાતે એક પાસપોર્ટ ફોટોગ્રાફ્સ તેમજ જુનું એડમિટ કાર્ડ સાથે લઇને આવીને નવું એડમિટ કાર્ડ મેળવવાનું રહેશે.

ઉમેદવારે ઉપર જણાવેલ આધાર પુરાવા સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ, જામનગર ખાતે આવીને નવું એડમિટ કાર્ડ મેળવવાનું રહેશે તો જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. વધુ માહિતી મેળવવા રોજગાર કચેરી રાજકોટના ફેસબુક પેજ Employment Office Rajkot પર થી મેળવી શકાશે. વધુ વિગત માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, 1/3, બહુમાળી ભવન, રાજકોટ નો રૂબરુ અથવા ફોન નંબર 0281-2440419 ઉપર સંપર્ક કરવો તેમ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શ્રમિક અન્નપૂર્ણા યોજના

Vivek Radadiya

જાણો જોગવાઈઓ:-વોટર IDને આધાર કાર્ડ સાથે જોડનાર ચૂંટણી કાયદા સુધારા બીલ લોકસભામાં પસાર….

Abhayam

એપ ડાઉનલોડ કરાવી 14.93 કરોડ ઉપાડી લીધા

Vivek Radadiya

1 comment

Comments are closed.