- ગુજરાતમાં કોરોનાના ઘટી રહ્યા છે
- જનજીવન ધીમે-ધીમે સામાન્ય બની રહ્યું છે
- આગામી નજીકના સમયગાળામાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવી શકે છે.
- જે અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
- શાળા શરૂ કરવા સરકારની વિચારણા
- ઓગસ્ટ સુધીમાં શાળા શરૂ કરવા વિચારણા
- કેસ ઘટતા સરકાર કરી રહી છે વિચારણા
CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જ્યારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના નિધન થયા છે.ગુજરાતમાં કોરોના વાયરસના સતત ઘટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5159 પર પહોંચી છે જ્યારે તેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક 10037 પર પહોંચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…