Abhayam News
AbhayamNews

બોટાદની અઢી લાખની પ્રજા પાછળ છેલ્લા પાંચ વર્ષથી પુલ નું વળગ્યું ભૂત …

બોટાદ શહેરની પ્રજા પાછળ છેલ્લા પાંચ વર્ષથી પુલ( બ્રિજ) નું ભૂત વળગ્યું છે અને આ ભૂત પ્રજા ને ગમે ત્યારે હેરાન પરેશાન કરીને ધુણાવે છે અને બોટાદ ની નિર્દોષ અને નિર્માલ્ય પ્રજા સહન કરીને આમ તેમ ધુણે પણ છે એક પુલ પ્રજાને મુક્ત કરે છે તો બીજો પુલ પ્રજાને હેરાન કરે છે…
બોટાદની અઢી લાખની વસ્તી પણ સાવ નિર્માલ્ય પ્રજાની સહન-શકિત ને દાદ દેવી પડે હો….. પહેલા કેટલા વર્ષ સાળંગપુર રોડ નો અંડર બ્રિજ-પુલ નુ કામ ચાલ્યું અને ત્યારે પણ બોટાદ જિલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ગયા હતા અને ચૂંટણી ટાણે મત લેવા માટે આ પુલનું તત્કાલ ઉદ્ઘાટન કરવું પડેલ છે તે યાદ છે પ્રજા ને …. અને હવે બોટાદના હૃદય સમાન ટાવર રોડ ઉપર આવેલ ભાજપ કાર્યાલય પાસે બિન ભ્રષ્ટાચારથી અને વર્ષો પહેલા બનાવેલો, સાચા નગર સેવકો એ સત્ય તા ની સિમેન્ટની મજબૂતાઈથી એ અને કર્તવ્ય ના કોક્રિટ થી બનાવેલો અને પ્રમાણિકતા નું પાણી પીવડાવીને પુલ બનાવેલો એવો અડીખમ મજબૂત પુલ તોડી નાખવામાં આવ્યો છે તેના હિસાબે પ્રજાની હાલત કફોડી થયેલ છે અને ઠેર-ઠેર ટ્રાફિક જામ થાય છે નાના-મોટા એક્સિડન્ટ થાય છે…
ખુબ જ ઉત્સાહ થી જનતા એ બોટાદ નગરપાલિકા ની ચૂંટણીમાં 44 કોર્પોરેટરને જંગી બહુમતીથી ભોળી પ્રજા એ ચુંટેલા છે, અને તેમાંથી એક પણ નગર સેવક અંશ માત્ર પણ રસ નથી દેખાડતા તે સ્પષ્ટ દેખાય છે હાલ પાણી નવથી દસ દિવસે આપવામાં આવે છે ચૂંટણી મા એકાંતરે પાણી આપતા હતા….
ભર ચોમાસે ગામ વચ્ચે નદીનો સેન્ટર ફુલ ખોદીને બોટાદ નગરપાલિકા બેઠી છે.. સાવ ઢંગધડા વગરનું આયોજન પ્રજા જોઈ રહી છે જો રાત્રે કે દિવસે ચારથી પાંચ ઇંચ વરસાદ આવશે તો શાકમાર્કેટ, દીનદયાળ રોડ હનુમાન ગેટ અવેડા ગેટ ઢાળ બજાર હીરા બજાર નવનાળા પાસેના આ તમામ દુકાનદારો નાના મોટા વેપારીની દુકાનોમાં અંદર પાણી ધુશી જશે અને લાખો રૂપિયાનું નુકસાન થશે તેની ચિંતામાં બોટાદના નાના વેપારીઓની ઊંઘ હરામ થઇ ગઇ છે તથા પુલ ઉપર વર્ષોથી બેસતા ગરીબ ચમાર લોકો ની રોજી રોટી નું શું❓ કોરોના અને લોક ડાઉન થી થાકેલા વેપારી ની હાલત પડયા ઉપર પાટુ મારવા જેવી હાલની સ્થિતિએ થયેલ છે બોટાદ નગરપાલિકા પ્રજાનું હિત કરવા માગતી હોય તો દરેક નાના મોટા વેપારી ને બોટાદ નગરપાલિકા એ નુકસાન નો વીમો લય આપવો જોઈએ….

દરેક દુકાનદાર નગરપાલિકા ટેક્સ તો ભરે જ છે વ્યવસાય વેરો હાઉસ ટેક્ષ ની બોટાદ નગરપાલિકા અને દર વર્ષે લાખો રૂપિયાની આવક થાય છે એ રકમ પ્રજાના હિત માટે હાલ વાપરવી જોઈએ
પુલ ઉપર બેસતા ચમાર પરિવારને માસિક રકમ જીવન નિર્માણ માટે આપવી જોઈએ….
બોટાદ નગરપાલિકા એ મુર્ખામી ભર્યુ આયોજન ભરચોમાસે આદર્યું છે તો નુકસાન થાય તો નગરપાલિકાએ જ ભરપાઈ કરવું પડશે તેવી લોક મુખે માંગ ઉઠી છે….

લોકો એમ પણ ચર્ચા કરે છે લોકલાડીલા અને ગુજરાત સરકારના સૌથી હોશિયાર અને બાહોશ ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ કેમ આવા બોટાદ શહેરના વિકાસના કામમાં આંખ મીચોલી રમે છે❓ બોટાદ ની પ્રજા તમને આજે પૂછે છે એક સવાલ❓ સત્તાધીશ ભાજપ સરકાર બોટાદ નો વિકાસ કરવા નીકળ્યા છો કે નાના નેપાળી નો વિનાશ કરવા સત્તા મા બેઠા છો….. સાચા હોય તો આપો જવાબ❓
તમારી પાસે પ્રજા ની હાલાકી મુશ્કેલી નો જવાબ ન હોય તો તમે નુકસાન ભરપાઈ કરવાની તૈયારી રાખજો હવે પ્રજાની સહન શક્તિ ની લિમિટ આવી ગયેલ છે…
ચોર ને ચઉટે એક જ વાત થાય છે રજની કલ્પના બહારનું કે અધધધ બહુ મોટી રકમ નો નવો પુલ બનાવવાનું ટેન્ડર લાગતા વળગતા સગાવ્હાલા ને અને મીલીભગતને આપેલ છે અને આ નવા પુલનું ટેન્ડર પાસ કરવામાં કેટલાય કોર્પોરેટરના કુટુંબ સુખી થશે ઈ તો સર્વ શક્તિમાન ઈશ્વરના સીસીટીવી કેમેરા જ જાણે…

જો તમારી સરકાર બિન ભ્રષ્ટાચારી હોય અને પ્રજાનું હિત કરનાર સરકાર હોય તો આ પુલનું કામ નું ટેન્ડર કયા કોન્ટ્રાક્ટરને આપ્યું છે❓ કેટલી રકમ મા આપ્યું છે❓ અને કેટલા સમય મર્યાદામાં પુલનું કામ પૂરું કરવાનું છે❓ તેનું જાહેર જનતા માટે એક મોટું બેનર બનાવી ને ભાજપ કાર્યાલયે મૂકવામાં આવે તેવી બોટાદ નગરજનોની માંગ ઉઠી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર મૂકાયો પ્રતિબંધ, અપાઇ છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી!, જાણો શું છે સમગ્ર આક્ષેપ

Vivek Radadiya

કોલ ફોરવર્ડિંગ દ્વારા કરવામાં આવે છે છેતરપિંડી

Vivek Radadiya

ટી 20 વર્લ્ડ કપ 2021 ભારતમાં નહીં પણ અહી યોજાશે, આ તારીખ થી થશે પ્રારંભ..

Abhayam