Abhayam News
Abhayam News

સુરત:-પરાઠાની લારી ચલાવનાર બે ભાઈઓને રાતે ઉમરા પોલીસના PIએ માર માર્યો હોવાનો આક્ષેપ..

સુરત શહેરના ડુમસ-પીપલોદ રોડ ઉપર મોટી સંખ્યામાં પરાઠાની લારી ચાલે છે. રાતે 9 વાગ્યાના સમય દરમિયાન લારી ચાલુ હોવાનું જણાતા પીઆઇએ લારીઓ બંધ કરાવી હતી. લારી ચલાવનાર બે ભાઈઓની સામે 188ની કલમ લગાડીને ગુનો દાખલ કર્યો હતો. પરાઠાની લારી ચલાવનાર બંને ભાઈઓએ આજે પોલીસ કમિશનરને પીઆઈ કે.બી. ઝાલાએ તેમને માર માર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી.

મારા નાના દીકરાને પોલીસની ગાડીમાં બેસાડી દેવાયો હતો. ત્યારે મારા પુત્રે કહ્યું કે, સાહેબ મને બેસાડી દો મારા નાના ભાઈને ન બેસાડતાં એવું કહેતા તેઓ ગુસ્સે થયા હતા અને મારા મોટા પુત્રને માર્યો હતો. ત્યારબાદ તેઓ ઉમરા પોલીસ સ્ટેશને મારા બંને દીકરાઓને લઈને જતા હતા ત્યારે રસ્તામાં વી.આર મોલ પાસે નીચે ઉતારીને ઢોરમાર માર્યો હતો. દંડા વડે માર મારતા શરીર ઉપર ઇજાના નિશાન પણ દેખાયા હતા

વીઆર મોલ પાસે નીચે ઉતારીને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ ઉમરા પીઆઇ કેવી ઝાલાએ ગઈકાલ રાતે બે યુવકોને મોડી રાત સુધી લારી ચાલુ રાખવાના ગુનાસર ગુનો દાખલ કરાવ્યો હતો પરંતુ જે લારીના સંચાલક છે તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લારી બંધ કરી જવાની તૈયારીમાં હતા. ત્યારે પી આઈ કે. બી. ઝાલા અમારી પાસે આવીને ઊભા રહ્યા હતા. લારી ચલાવનાર મહિલા મિતલબેન સોલંકી આક્ષેપ કર્યો હતો કે, પીઆઈ અમને ગંદી ગાળો આપીને પરાઠાની લારીને લાત મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો:-હાર્દિક પટેલે એ કહ્યું કે ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને..

Abhayam

સામાજીક અને સેવાકીય કાર્યમાં સક્રિય યુવા કરૂણેશ રાણપરિયા એ અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો ..

Abhayam

AAPને ચંદીગઢ પાલિકાની પહેલીવાર ચૂંટણી 14 સીટ મળી, BJPને 8 જ સીટ મળી…

Abhayam

Leave a Comment