સારા તેંડુલકર બની ‘ડીપફેક’નો શિકાર ડીપફેક્સ ફોટો અને વીડિયો બંને હોઈ શકે છે. તે ડીપ લર્નિંગ નામના વિશિષ્ટ મશીન લર્નિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડીપ લર્નિંગમાં કોમ્પ્યુટરને બે વિડીયો કે ફોટા આપવામાં આવે છે અને તે જોયા બાદ તે આપમેળે વિડીયો કે ફોટા બંનેને એક સરખા બનાવે છે. વધુ એક સેલેબ્રિટી ડીપફેકનો શિકાર બની છે.

સારા તેંડુલકર બની ‘ડીપફેક’નો શિકાર
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ડીપફેકનો શિકાર બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
લોકો કોઈ સેલિબ્રિટીની તસવીર કે વીડિયો સાથે ચેડા કરે છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. સારા પણ આમાંથી બચી શકી નથી. સારા પહેલા અભિનેત્રી રશ્મિકા મંદન્ના અને કેટરિના કૈફ ડીપફેકનો શિકાર બની ચૂકી છે.
યુવા ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે સારાની એક નકલી તસવીર વાયરલ થઈ છે. સારા અને અર્જુન તેંડુલકરની અસલ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી હતી. અર્જુનની જગ્યાએ શુભમનની તસવીર લગાવવામાં આવી હતી.

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સારાના જૂના ફોટોગ્રાફ સાથે છેડછાડ કરવામાં આવી હતી.
સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સારાના જૂના ફોટોગ્રાફ સાથે છેડછાડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે