Abhayam News
AbhayamGujarat

બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા

Teachers can no longer give such punishment if children misbehave

બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા સુરત જીલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર મારફતે જાણ કરી હતી કે, બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલની માન્યતા રદ્દ કરાશે. તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાની ફરિયાદ વધતા આ નિર્ણય લેવાયો છે. ત્યારે કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહી.

બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા

Teachers can no longer give such punishment if children misbehave

આ બાબતે સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, સરકાર દ્વારા ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન, ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુંકેશન એક્ટ 2009 પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે.

આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે
આર.ટી.ઈ. એક્ટ 2009 ની કમલ-18 ની જોગવાઈ મુજબ કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકાશે નહિ. તેમ છતાં જીલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ અત્રેની કચેરીનાં ધ્યાન પર આવેલ છે. આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે.

જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.  આથી આવા કોઈ  સંજોગોમાં ચલાવી શકાય નહી. તેમજ વિદ્યાર્થીઓને શાળામાં સલામત અને બાળમૈત્રપૂર્ણ વાતાવરણ પુરૂ પાડવું જરૂરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

YouTubeમાં પણ મળશે ચેટજીપીટી જેવું AI ટૂલ

Vivek Radadiya

‘પીએમ મોદીનો મતલબ છે પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન

Vivek Radadiya

સૂર્ય કુમાર યાદવ ફેમિલી ટ્રી

Vivek Radadiya