Abhayam News
AbhayamGujarat

દારુની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ

Women who were dealing in liquor were arrested

દારુની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ ફ્લિમી ઢબે દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઇ છે. બે મહિલાઓ છોટાઉદેપુર-જૂનાગઢ એસ.ટી. બસનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતી હતી. બોડેલી એસ.ટી. ડેપોમાં બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.

Women who were dealing in liquor were arrested

દારુની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ

 રાજ્યમાં દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. અનેક વખત ખૂબ જ ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી ચૂકી છે, જેના દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય. આવી જ એક ઘટના છોટાઉદેપુરમાં સામે આવી છે. જ્યાં ફ્લિમી ઢબે દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઇ છે. બે મહિલાઓ છોટાઉદેપુર-જૂનાગઢ એસ.ટી. બસનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતી હતી. બોડેલી એસ.ટી. ડેપોમાં બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. બસમાં મુસાફરી કરતી મહિલાઓ સ્કૂલ બેગ તેમજ થેલીનો ઉપયોગ કરતી હતી. પોલીસે 40 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે.

એખ વ્યક્તિને શોક લગતા બળીને ભડથું

જામનગર એરપોર્ટના ગેટ નજીક વીજ પોલમાં કામગીરી કરતા સમયે એક વ્યક્તિને શોક લગતા બળીને ભડથું થઇ ગયો હતો. 11 કેવીના વાયરમાં શોક લાગતા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેના પગલે ફાયર, એમ્બ્યુલન્સ, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં એરપોર્ટનો કર્મચારી હોવાનું અનુમાન છે.

મિસ ફાયર થતાં પોલીસકર્મી ઘાયલ

જામનગરમાં મિસ ફાયર થતાં પોલીસકર્મી ઘાયલ થયો છે. રિવોલ્વર સાફ કરતી વખતે ફાયર થતા ગોળી વાગી હતી. લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ગોળી વાગી હતી. રિવોલ્વર સાફ કરતી વખતે ફાયર થતા પગમાં ગોળી વાગી હતી. પોલીસકર્મીને સારવાર માટે જી.જી હોસ્પીટલમાં ખસેડાયો છે.

અમદાવાદ મુંબઈ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે નેશનલ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક સવાર ટ્રકને ઓવરટ્રેક કરવા જતા બાઈટ ટ્રક સાથે અથડાતા બાઈક સવાર બે પૈકી એકનું મોત થયું હતું. જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને વધુ સરવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા..

Deep Ranpariya

રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત…

Abhayam

જુઓ આ શહેર માં ૧૭ દિવસ માં ચોથી વાર કમોસમી વરસાદ ખાબકયો…..

Abhayam