Abhayam News
Abhayam News

ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો…..

ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે, પરંતુ દરેક ગામમાં દારૂ તો મળી જ જાય છે, એ પણ ઘરે બેઠા, અને આ દારૂ પૂરો પાડનાર નાના મોટા બુટલેગરો હોય છે અને તેને અવારનવાર આપણે પોલીસના જાપતામાં જોતા હોય છે, ત્યારે આ બધા નાના મોટા બુટલેગરોને દારૂ પૂરો પાડનાર હોલસેલનો મોટો બુટલેગર જેતપુર ડીવીઝનના જામકંડોરણા પોલીસે પકડી પાડ્યો છે. કોણ છે આ બુટલેગર? કેટલા ગુના છે? કેવડો મોટો છે દારૂનો ગેરકાયદેસર ધંધો? તો જુઓ તમામ માહિતી.

પોલીસ જાપ્તામાં દેખાય રેહેલ છે તે કોઈ સામાન્ય વ્યક્તિ કે સામાન્ય ગુનેગાર નથી, તેને તમે કદાચ નહીં ઓળખતા હો, પરંતુ હા દારૂના શોખીનો અને દારૂના નાના બુટલેગરો તેને ખુબજ સારી રીતે ઓળખતા હશે. જીહાં આ છે સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો મોટો દારૂનો બુટલેગર ધીરેન કારિયા. પ્રથમ દ્રષ્ટિએ શિક્ષિત, અને સારા ઘરનો વેપારી લાગતો આ શખ્સ મોટો સાતિર અને રીઢો ગુનેગાર છે, જેતપુરમાં પોલીસે કરેલ એક દારૂની રેડમાં આ સાતિર પકડાયો છે અને હાલ ધોરાજી પોલીસની કસ્ટડીમાં છે. તપાસ હેઠળ ASP અને તેમની ટિમને મળેલી બાતમીના આધારે, જેતપુરની બાપુની વાડીમાં રેડ કરતા અહીં આવેલ પંચદેવ કૃપા નામના મકાનમાંથી 550 પેટી વિદેશી દારૂ, એટલે કે, 22 લાખ 47 હજાર 800ની કિંમતનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુનિલભાઈ 8-9 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી 130 કિલો વજન છતા કોરોનાને હરાવ્યો…

Abhayam

સુરત:-SMC દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપશે..

Abhayam

સુરત:-10 વર્ષની બાળકી પર કુકર્મ-હત્યા કેસમાં 10 દિવસમાં દોષીને ફાંસીની સજા..

Abhayam

Leave a Comment