ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે લેટર બોંબ ફોડ્યા પછી ધીમે ધીમે હવે પોલીસના રાઝ બહાર આવી રહ્યા છે.
રાજકોટની લિજજત પાપડની 15 મહિલાઓએ 50 લાખ રૂપિયાની ઠગાઇનો આરોપ મુક્યો છે તો જામનગરના એક યુવકે સાટાખાટ રદ કરવા માટે CP મનોજ અગ્રવાલે દબાણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
દિવ્ય ભાસ્કરના એક અહેવાલ મુજબ રાજકોટમાં લિજજત પાપડમાં કામ કરતી 15 મહિલાઓ સાથે બે વર્ષ પહેલાં 50 લાખ રૂપિયાની ઠગાઇ હતી, પરંતુ પોલીસે આજ સુધી મહિલાઓની ફરિયાદ લીધી નથી.

મહિલાઓ આરોપી માતા-પુત્રી વિરુદ્ધ FIR કરવા માટે 2 વર્ષથી લડી રહી છે. આ મહિલાઓએ ન્યાય મેળવવા માટે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના લોક દરબારમાં પણ અરજી કરી હતી.
બીજા એક કિસ્સાની વાત કરીએ તો જામનગરના યુવક કુમાર કુંભારવાડિયાએ આરોપ લગાવ્યો છે કે ઢોલરા ગામની જમીનનો સાટાખાટ રદ કરવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મારું અપહરણ કરી લીધું હતુ
અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે રજૂ કરવામાં આવ્યો હતો. તે વખતે કમિશ્નર મનોજ અગ્રવાલે મને કહ્યું હતું કે આ લોકો કહે તેમ સમાધાન કરી નાંખ. ફરિયાદી યુવકે કહ્યું હતું કે મુખ્યમંત્રીને પણ અરજી કરીને તપાસ કરાવવા અને ન્યાય અપાવવાની માંગણી કરી છે.
.

રાજકોટમાં રહેતા અને લિજ્જત પાપડમાં કામ કરતા મીનાબેન ખારીરાવે પોલીસ કમિશ્નર કચેરીમાં તેમના સહિત 15 જેટલી મહિલાઓ સાથે રજિયા પઠાણ, તેની પુત્રી ચકુ કોળી અને પુત્ર સોહિલ સામે ખોટી સહી, ખોટો ચેકો આપીને 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની 2 વર્ષથી અરજી આપી છે,
પરંતુ જયારે પણ આ મહિલાઓ રજૂઆત માટે જતી ત્યારે પોલીસ કમીશ્નર મનોજ અગ્રાવલ, જેસીપી ખુરશીદ એહમદ,ડીસી ઝોન-2 મનોહરસિંહ જાડેજા એક બીજાને ખો આપી દેતા હતા. માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પણ ફરિયાદ નોંધવાની તસ્દી લીધી નહોતી.
જયારથી ભાજપના ધારાસભ્યએ રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી. કે ગઢવી સામે કમિશન લેતા હોવાનો લેટર બોંબ ફોડયા પછી રાજકોટમાં હંગામો મચેલો છે અને પોલીસથી દુભાયેલા લોકો હવે હિંમત કરીને બહાર આવી રહ્યા છે. ભાજપના ધારાસભ્યના આક્ષેપ પછી એક તપાસ કમિટી નિમવામાં આવી છે જે તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…