Abhayam News
Abhayam News

SMC:-કોરોનાને લઈ કમિશનરનું મોટું નિવેદન….

છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં સૌથી વધારે કેસ સુરત અને અમદાવાદ આ બે શહેરોમાંથી જ સામે આવી રહ્યા છે.

ત્યારે ડાયમંડ સિટી એવા સુરતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વધતા જતા કોરોના સંક્રમણને લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને ભીડવાળી જગ્યા પર ન જવા અને ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની અપીલ કરી છે.

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ હોવાની સાથે-સાથે ઓમીક્રોન વેરિયન્ટના પણ પોઝિટિવ કેસો રાજ્યમાં વધી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઓમીક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનામાં વધારે ઘાતક છે અને તે વધારે લોકોને સંક્રમિત કરી શકે છે. રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના પોઝિટિવ કેસો નોંધાયા બાદ હવે કોરોના કેસોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે.

સાથે તેમણે એવું પણ જણાવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. શાળામાં વધતા કોરોના સંક્રમણને લઈને તેમણે કહ્યું છે કે, સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. પરંતુ જે શાળાઓ આ બાબતે માહિતી નથી આપતી તેવી 250 જેટલી શાળાઓને નોટિસ આપવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, છેલ્લાં કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. એટલે આગામી 45 દિવસ ખૂબ જ ઘાતક છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે લોકો માસ્ક પહેરી રાખે.

ઉલ્લેખનીય છે કે, સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલી એક શાળામાંથી 15 કેસ કોરોનાના સામે આવ્યા હતા. તો બીજી તરફ સુરતની અલગ-અલગ શાળાઓમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 225 કેસ નોંધાયા છે. સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર કરી 1007 પર પહોંચી ગઈ છે.

તો લોકો કોરોનાથી સુરક્ષિત રહી શકે એટલા માટે 124 સેન્ટર પર લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. અત્યારસુધીમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કારણે 2118 લોકોના મોત થયા છે.

આ ઉપરાંત જે લોકો કોરોના વેક્સીનનો બીજો ડોઝ નથી લેતા તેમને મહાનગરપાલિકા દ્વારા ફોન કરીને વેક્સીન લેવાનું કહેવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ મહિલાના અંગદાનથી ૩ વ્યક્તિને નવજીવન મળ્યું…

Abhayam

એર ઇન્ડિયાના સર્વર પર સૌથી મોટો સાયબર એટેક:-વર્ષ 2011થી 2021 45 લાખ મુસાફરોના ડેટા હેક થયા..

Abhayam

જુઓ ફટાફટ :-અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ..

Abhayam

Leave a Comment