Abhayam News
AbhayamNews

સામાન્ય નાગરિક પાસે દંડ લેવાય છે તો PI અને મેયરે દંડ ભરવો જોઈએ એવી પ્રજાની માગ જાણો સમગ્ર બનાવ..

મેયર દંડ ભરશે?

માસ્ક વગર ફોટો પડાવનાર અમદાવાદના મેયર અને રખિયાલના PI દંડ ભરવા મુદ્દે અસમંજસમાં.

મેયરે કહ્યું, દંડ ભરીશ તો તમને જાણ કરાશે.

  • સામાન્ય નાગરિક પાસે દંડ લેવાય છે તો એક જાગ્રત નાગરિક તરીકે PI અને મેયરે દંડ ભરવો જોઈએ એવી પ્રજાની માગ
  • નરોડામાં મેડિકલ સ્ટોરના ઉદ્ધઘાટન માટે મેયર કિરીટ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
  • મેયર માસ્ક પહેર્યા વિના જ ફોટો સેશન કરાવતા જોવા મળ્યા હતા

શહેરના નરોડા વિસ્તારમાં ગઈકાલે મેડિકલ સ્ટોરના ઉદ્ધઘાટનમાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર અને રખિયાલ પોલીસ સ્ટેશનના PI જે.વી. રાઠોડ માસ્ક વગર ફોટો પડાવતા નજરે પડ્યા હતા.

એક તરફ જ્યારે સામાન્ય નાગરિકને પોલીસ અને કોર્પોરેશન જો સહેજ પણ માસ્ક નીચે હોય તો દંડ વસૂલ કરી 1000 રૂપિયાનો મેમો આપે છે, ત્યારે શું પોલીસ અધિકારી અને નેતાઓને દંડ નહિ ભરવાનો? નિયમ દરેક માટે સરખા હોય છે તો શા માટે PI અને મેયર દંડ નથી ભરતા?

મેયરે માસ્કના નિયમનું ઉલ્લંઘન કર્યું
એક તરફ પોલીસ અને કોર્પોરેશન શહેરના નાગરિકો માસ્ક વગર નજરે પડે તો તરત જ 1000 રૂપિયાનો મેમો ફાડી દેતા હોય છે અને જો કોઈ વિરોધ કરે તો એની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવે છે.

શુક્રવારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર એક મેડિકલ સ્ટોરના ઉદ્ધઘાટનમાં ગયા હતા, જ્યાં રખિયાલ PI જે.વી. રાઠોડ સહિત અન્ય પોલીસ સ્ટેશનના PI પણ હાજર હતા. આ ઉદ્ધઘાટનમાં મેયર કિરીટ પરમાર અને રખિયાલ પોલીસ સ્ટેશનના PI જે. વી. રાઠોડે માસ્ક પહેર્યા વગર ફોટો પડાવ્યા હતા. પોલીસ અધિકારી અને પ્રજાના પ્રતિનિધિ એવા મેયર જ જ્યારે નિયમનું પાલન ન કરે તો પ્રજાને કઈ રીતે નિયમ પાલન કરવા કહી શકશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

જાણો કયો લીધો વિદ્યાર્થી હિત વિરોધ નો નવો નિર્ણય નર્મદ યુનિવર્સિટી એ..

Abhayam

કમલ હાસન પ્રથમ ભારતીય અભિનેતા હતો

Vivek Radadiya

ટોપ-10 દેશોમાં સૌથી ઉપર ભારત

Vivek Radadiya

Leave a Comment