Abhayam News
AbhayamNews

ગોપાલ ઈટાલિયા 11 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ જાણો શું કહ્યું…

અગિયાર દિવસના જેલવાસ બાદ આખરે શુક્રવારે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના નેતાઓની જેલમૂક્તિ થઇ છે.

જેલમાંથી બહાર આવતાની સાથે AAP નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે અને નરોડામાં ઉગ્ર આંદોલનની રણનીતી માટે બેઠક કરવાના છે.

બિન સચિવાલયની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.

આ પ્રદર્શન દરમ્યાન પોલીસ, ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું હતું જેમાં AAPનેતાઓને જેલની સજા થઇ હતી. જેલમાંથી બહાર નિકળ્યા પછી અમદાવાદમાં જાણે ઉત્સવ જેવો માહોલ છે.

જેલમાંથી બહાર આવીને AAP નેતાઓએ ભાજપ સામે આક્રમક લડતનું રણશીંગુ ફુંકી દીધું હતું.

ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે જેલમાં રહીને પણ અમે નવયુવાનો માટે લડત ચાલું રાખી છે. તેમણે કહ્યું કે હું ભાજપની સરકારને કહેવા માંગુ છું કે પેપેર લીક કાંડમાં હજુ મુખ્ય આરોપી ફરાર છે અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા નથી.

પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યુ હતું કે ભાજપના ભષ્ટ્રાચાર કરવાવા મહેલમાં છે અને લડત આપવા વાળા જેલમાં છે.

અમે જેલથી ડરવાના નથી અને ગૌણ સેવા પંસદગી મંડળના ચેરમેન અસિત વોરા જયાં સુધી રાજીનામું નહીં આપે ત્યા સુધી લડત આપતા રહીશું.

ગાંધીનગર સેશન કોર્ટે AAP નેતાઓ અને કાર્યકરોના જામીન મંજૂર કરતા 11 દિવસ પછી શુક્રવારે  જેલમાંથી મૂક્તિ થઇ હતી. AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓને આવકારવા AAPના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

AAP નેતાઓ જેલમાંથી છુટયા બાદ ગાંધી આશ્રમ ગયા હતા અને ત્યાંથી મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ, ન્યૂ નરોડા રોડ પર પહોંચીને આગળની રણનીતી નક્કી કરશે. જાણવા મળેલી માહિતી મુજબ આક્રમક નેતાઓ ઉગ્ર આંદોલનની રણનીતી બનાવી રહ્યા છે.

કમલમ ખાતે 20 ડિસેમ્બરે થયેલી બબાલમાં   AAP નેતાઓ સહિત 500ના ટોળા સામે ફરિયાદ થઇ હતી, જેમાંથી 93 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પકડાયેલા 93માંથી 28 મહિલા અને 65 પુરુષ હતા. મહિલાઓને શરતી જામીન આપી દેવામાં આવ્યા હતા, જયારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને કોર્ટે જામીન આપ્યા હતા, બાકી રહેલા 55 કાર્યકરોની જામીન અરજીની સુનાવણી ગુરુવારે થઇ હતી જેમાં કોર્ટે તમામના જામીન મંજૂર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વરાછામાં નવા શૈક્ષણિક સત્રથી સરકારી વિજ્ઞાન કૉલેજ શરૃ કરવા લીલીઝંડી…

Abhayam

ગુજરાત:-શાળા-કોલેજોએ કોરોના વકરતા સ્વેચ્છિક લઇ લીધો આ મોટો નિર્ણય…

Abhayam

UCC: યુનિફોર્મ સિવિલ કોડ શું છે? 

Vivek Radadiya