Abhayam News
Abhayam News

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

 ફરીયાદીનો સંર્પક કરી કોર્ટમાંથઈ ઓર્ડર મેળવવા કહેવાયું, અત્યાર સુધીમાં ચાર ગુનાના ફરીયાદીને દાગીના મુદ્દામાલ પરત મળ્યો

સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સામાન્ય પણે ચોરી, ઘાડલૂંટ, સ્નેચીંગના ગુનામાં પોલીસ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી જે તે ગુનામાં મુદ્દામાલ રીકવર કરે છે. રીકવર કરવામાં આવેલા મુદ્દામાલ જે તે ગુનાના ફરીયાદીને પરત આપવા માટે આરોપી પાસેથી પોલીસ એનઓસી મેળવે છે. ત્યાર બાદ ફરીયાદી દ્વારા પોતાનો મુદ્દામાલ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરવાની હોય છે.

પરંતુ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરી, ધાડલૂંટ, સ્નેચીંગ સહિતના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ જે તે ફરીયાદી દ્વારા પરત મેળવવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને પગલે આવા 25થી વધુના ગુનાનો મુદ્દામાલ જે તે ફરીયાદી પરત અપાવવા ફરીયાદીને ટેલિફોનીક જાણ કરી હતી. ત્યાર બાદ પણ ફરીયાદી મુદ્દામાલ પરત મેળવવા માટે કોઇ કાર્યવાહી નહીં કરતા લેખિતમાં જાણ કરી હતી. જેને પગલે વર્ષ 2005ના ચાર ગુનાના ફરીયાદીએ પોતાના દાગીના પરત મેળવવા કોર્ટમાંથી ઓર્ડર મેળવ્યો હતો. જે ઓર્ડરના આધારે પોલીસે ચારેય ફરીયાદીને દાગીના પરત આપ્યા હતા.

સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા ચેઇન સ્નેચીંગ અને ચોરીના ગુનાના કામે આરોપી પાસેથી કબ્જે લેવામાં આવેલા સોનાના દાગીના તેના મૂળ માલિકને પરત આપવાની પહેલ શરૂ કરી છે અને અત્યાર સુધી પાંચ ગુનાના ફરીયાદીને તેમના દાગીના પરત કર્યા છે.

(1) ઇન્દ્રાબેન ભવરલાલ ઝંવર (રહે. 43 આમ્રપાલી બંગલો, ન્યુ સિટીલાઇટ રોડ)ને 2 તોલાની સોનાની ચેઇન
(2) નિતીન અશોક ગુપ્તા (રહે. એ 12, સીમા રો હાઉસ, ઘોડદોડ રોડ,) ને 4 તોલાની સોનાની ચેઇન
(3) ગાયત્રી શ્રીકિશન (રહે. 401, ઉમંગ એપાર્ટમેન્ટ, ઉમાભવન પાસે, ભટાર) ને 3 તોલાની ચેઇન
(4) અશોક ભેરૂમલ ઝવર (રહે. ગાંધી ચોક, ખપાટીયા ચકલા, ગોપીપુરા) ને સોનાનો હાર, બે બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીના ગ્લાસ

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોરી, ધાડલૂંટ અને સ્નેચીંગના ભોગ બનનાર ફરીયાદ તો નોંધાવે છે. પરંતુ પોતાનો કિંમતી મુદ્દામાલ પરત મેળવવા માટે કોઇ કાર્યવાહી કરતા નથી. તેમાં પણ ખાસ કરીને એવા ગુના કે જેમાં 5 હજારથી લઇ 50 હજાર સુધીનો કિંમતી મુદ્દામાલ હોય તેમાં ફરીયાદી આળસ કરતા હોય છે અને તેમનો કિંમતી સામાન પોલીસ સ્ટેશનમાં જ પડયો રહે છે.(સોર્સ:-ગુજરાત સમાચાર )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

વડોદરાની કંપનીમાં બોઇલર ફાટ્યું, આટલા ના મોત…

Abhayam

અમદાવાદ:-કોરોના કેસ વધતા તંત્રની તૈયારી,સમસર હોસ્ટેલમાં આઇસોલેશન કોવિડ કેર સેન્ટર ફરી તૈયાર….

Abhayam

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન….

Abhayam

Leave a Comment