કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સામાજીક કાર્યમાં સક્રિય એવા જાગૃત યુવાન અતુલભાઈ વાડદોરિયા એ પોતાના 27માં જન્મદિવસ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે સહુને પ્રેરિત કર્યા હતા, લાલ દરવાજા ખાતે સેવીયર વોલ્યુંટરી બ્લડ બેંક એન્ડ રિસર્ચ સેન્ટરમાં કુલ 107 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા,

વિદ્યા વિકાસ એજયુકેશન ટ્રસ્ટ યુવા ટીમ અને વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહિયારા સહયોગ થી અને અવિનાશભાઈ લાઠીયાનાં સહકારથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાસ્ય કલાકાર ધનશ્યામભાઈ લખાણી તેમજ ભાગવત કથાકાર અરૂણદાદા રાધેશ્યામ, વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ વતી ભુપતભાઈ સુખડીયા, સરદારધામ વતી વિપુલ સાચપરા અને જીલ પટેલ સ્વ સર્જન ફાઉન્ડેશન અમદાવાદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં

આ કેમ્પમાં રકતદાતાઓને હરભોલે ચકલી બચાવો અભિયાન ના પ્રણેતા રાજેશભાઈ સરધારા અને સંતકૃપા ફરસાણ તરફથી ગીફ્ટમાં ચકલીઘર આપવામાં આવ્યાં હતાં તથા વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બેકરી પ્રોડક્ટ્સ ગીફ્ટ આપવામાં આવી હતી સાથે દરેક રકતદાતા ને સન્માનપત્ર આપવામાં આવ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..
116 comments
Comments are closed.