Abhayam News
AbhayamBusinessNews

આ કંપનીઓમાં કર્મચારીઓને મળે છે અનલિમિટેડ રજાઓ, એક કંપની તો આપે છે વેકેશન પર જવાના પૈસા

આ કંપનીઓ એવી છે કે જ્યાં નોકરી કરવા માટે લોકો તલપાપડ થતા હોય છે, તેની પાછળનું કારણ એ છે કે અહીં કર્મચારીઓ પોતાની મરજી પ્રમાણે કામ કરી શકે છે. આ કંપનીઓ રજા આપવામાં કોઈ જ કંજૂસાઈ કરતી નથી. કેટલીક કંપનીઓ તો કર્મચારીઓને વેકેશન પ્લાન કરવામાં પણ મદદ કરે છે અને તેની અસર કંપનીના કામ પર જરાય પડતી નથી આ કંપનીઓમાં કર્મચારીઓને મળે છે અનલિમિટેડ રજાઓ

પ્રાઇવેટ નોકરી (Private Job) કરતા મોટાભાગના લોકો પોતાની વર્ક લાઇફથી ખૂબ જ નિરાશ રહે છે. તેમની સૌથી મોટી ફરિયાદ એ જ હોય છે કે તેમને જરૂર હોય ત્યારે રજા નથી મળતી. તેમજ તેઓને લાગ્યા કરે છે કે તેમની પાસે વધારે કામ કરાવવામાં આવી રહ્યું છે. પરિણામે તેમનું વર્કલાઈફ બેલેન્સ બગડી જાય છે. પરંતુ ઘણી કંપનીઓ એવી છે, જે આ બાબતે બધાથી અલગ જ તરી આવે છે અને કર્મચારીઓને અનલિમિટેડ રજાઓ (Companies with unlimited leave) આપે છે. ત્યારે અહીં તમને એવી જ કેટલીક કંપનીઓ અંગે જણાવીશું, જ્યાં તમને નોકરી મળી જાય તો તમને અનલિમિટેડ લીવ્સ, સિક લીવ્સ, વેકેશન મળશે, તેમજ તમને હરવા ફરવા માટે કંપની તરફથી એલાઉન્સ પણ મળશે અને તમારી લાઈફ મજામાં વિતશે

લિંક્ડઈન (Linkedin): લિંક્ડઈન તેની ફ્લેક્સિબલ લિવ પોલિસી માટે ઓળખાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિંક્ડઈને 2015 થી જ પોતાના કર્મચારીઓને અનલિમિટેડ રજાઓ આપવાનો ઓપ્શન આપ્યો છે. તેની પાછળ કંપનીનો ઉદ્દેશ્ય છે કે કર્મચારીઓમાં સશક્તિકરણ અને ઓનરશિપની ભાવના વધે આ કંપનીઓમાં કર્મચારીઓને મળે છે અનલિમિટેડ રજાઓ

ગિટહબ (Github): કર્મચારીઓને ઈચ્છા મુજબ રજાઓ આપવામાં ગિટહબ પણ મોખરે છે. આ કંપની એમ્પ્લોઈઝને ફેમિલી લિવ પણ આપે છે. સાથે જ સિક લિવ અને હરવા ફરવા માટે પણ અનલિમિટેડ રજાઓ આપે છે. કંપની માને છે કે કર્મચારીઓ તેના સ્ટેકહોલ્ડર છે અને બદલામાં તેઓ પણ કંપની પ્રત્યે જવાબદારી અનુભવે આ કંપનીઓમાં કર્મચારીઓને મળે છે અનલિમિટેડ રજાઓ

ગ્લાસડોર (Glassdoor): ગ્લાસડોર પણ તેની વેકેશન પોલિસી માટે ઓળખાય છે. અહીં કર્મચારીઓ ઈચ્છે તેટલા દિવસ વેકેશન લઇ શકે છે. સાથે જ કંપની કલાકના હિસાબે કામ કરતા કર્મચારીઓને અઠવાડિયાની 3 પેઈડ લીવ્સ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કાંગારુઓ સામે જાયન્ટ કિલરની હાર

Vivek Radadiya

ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર

Vivek Radadiya

મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ ગ્રુપ અમાન્ય ઘોષિત

Vivek Radadiya