Abhayam News
Abhayam News

બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આ શહેરના …

શિક્ષણ બોર્ડ દ્વારા મોડે મોડે પણ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરતા આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહ તેમજ ધોરણ 10 ના રીપીટર અને આઇસોલેટે વિદ્યાર્થીઓ મળીને કુલ્લે 87547 વિદ્યાર્થીઓ માટે 450 બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. સમ્રગ રાજયમાં ધોરણ 12 અને 10 ના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાંથી નોંધાયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરાતા જ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા લક્ષી તૈયારીઓ જોરશોરથી શરૃ કરી દેવાઇ છે. આ વર્ષે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10  ના રીપીટર તેમજ આઇસોલેટ એટલે કે જે વિદ્યાર્થીઓની એક કે બે વિષયની પરીક્ષા બાકી હોઇ તેવા વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાનાર છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના 54475 વિજ્ઞાાન પ્રવાહના 16967 મળીને કુલ 71442  વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 10 ના 16105 મળીને કુલ્લે 87547 વિદ્યાર્થીઓ માટે 450 બિલ્ડીંગના 4686 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. આ વર્ષે કોરોનાના કારણે એક બ્લોકમાં 30 ના બદલે 20 જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

ધોરણ   વિદ્યાર્થી      બિલ્ડીંગ        બ્લોક

૧૨     ૫૪૪૭૫  ૨૬૬ ૨૭૬૪

૧૨     ૧૬૯૬૭  ૭૮  ૮૬૧

૧૦     ૧૬૧૦૫  ૧૦૬ ૧૦૬૧

કુલ     ૮૭૫૪૭  ૪૫૦ ૪૬૮૬

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

સ્કૂલે ટોકનના નામે 2021-22ના સત્ર માટે એડવાન્સ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું જાણો શુ છે ખબર…

Abhayam

બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં ન્હાવા ગયેલા બે મિત્રો ડૂબ્યાં

Abhayam

કોરોનામાં માતા કે પિતામાંથી એક ને ગુમાવનાર બાળકોને સરકાર આપશે સહાય.

Abhayam

Leave a Comment