Abhayam News
AbhayamBusinessTechnology

બે મિત્રોએ કર્યો ચમત્કાર, રૂ.15,000નું સ્ટાર્ટઅપ બનાવ્યું અને રૂ.1.20 કરોડમાં વેચી નાંખ્યું

સેલ એલો અને મોનિકાએ સિલિકોન વેલીમાં જાણીતા સ્ટાર્ટઅપ એક્સિલરેટર વાય કોમ્બીનેટરની મદદથી માત્ર 4 દિવસમાં તેમનો વર્ચ્યુઅલ સ્ટાર્ટઅપ આઈડિયા લોન્ચ કર્યો હતો. આ સ્ટાર્ટઅપ ChatGPTને સાચા પ્રશ્નો કેવી રીતે પૂછવા તેની સમસ્યાને ઉકેલવા માટે બનાવવામાં આવ્યું હતું.

આજકાલ દુનિયામાં નાનાથી નાના વિચારની પણ સૌથી મોટી કિંમત ચૂકવાતી હોય છે. સમાજમાં ફેરફારથી લઈને મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ઈનોવેશનને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ખાસ કરી તેમાં પણ ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી. આ સેક્ટરનો તો આજકાલ ડંકો વાગી રહ્યો છે. ટેક્નોલોજીની મદદથી ન માત્ર જીવન સરળ બનાવી શકાય છે પરંતુ ઓછા સમયમાં જંગી નફો પણ મેળવી શકાય છે. તાજેતરની ન્યૂ એજ ટેક્નોલોજી, ChatGPTની સિદ્ધિઓથી તો આપણે સૌ કોઈ વાકેફ જ છીએ.

વિશ્વજગત માટે ચેટજીપીટી એક વરદાન સાબિત થઈ

વિશ્વજગત માટે ચેટજીપીટી એક વરદાન સાબિત થઈ શકે છે તેવામાં હવે ચેટજીપીટીનો ઉપયોગ કરીને ઈનોવેશન લાવનાર બે મિત્રો માટે આ વરદાન સાબિત થયું છે. બે મિત્રોએ ChatGPTનો ઉપયોગ કરીને કંઈક એવું બનાવ્યું કે તેમનું માત્ર 15,000 રૂપિયાનું રોકાણ થોડા મહિનામાં 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

તમને વિશ્વાસ નહિ આવે પરંતુ ChatGPTનો આ ચમત્કાર સંપૂર્ણ સાચો છે. સીએનબીસીના અહેવાલ અનુસાર, બે મિત્રો સેલ એલો અને મોનિકા પૉવરે ચેટજીપીટીની મદદથી એક સ્ટાર્ટઅપ ઉભું કર્યું છે. આ નવીનતમ સ્ટાર્ટઅપમાં પ્રારંભિક રોકાણ માત્ર 185 ડોલર એટલે કે 15 હજાર રૂપિયા જ હતું. બંનેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર આધારિત આ ટેક્નોલોજીનો ઉપયોગ એવી રીતે કર્યો કે થોડા મહિનાઓ પછી એક બિઝનેસમેને તેમનું સ્ટાર્ટઅપ 1.5 લાખ ડોલર (લગભગ 1.40 કરોડ રૂપિયા)માં ખરીદ્યું છે.

4 દિવસમાં કામ શરૂ કર્યું

સેલ એલો અને મોનિકાએ સિલિકોન વેલીમાં જાણીતા સ્ટાર્ટઅપ એક્સિલરેટર વાય કોમ્બીનેટરની મદદથી માત્ર 4 દિવસમાં તેમનો વર્ચ્યુઅલ સ્ટાર્ટઅપ આઈડિયા લોન્ચ કર્યો હતો. આ સ્ટાર્ટઅપ ChatGPTને સાચા પ્રશ્નો કેવી રીતે પૂછવા તેની સમસ્યાને ઉકેલવા માટે બનાવવામાં આવ્યું હતું. તેઓએ સાથે મળીને AI-આધારિત રિસર્ચ ટૂલ બનાવ્યું, જેણે યુઝર્સના વિચારોને યોગ્ય ફોર્મેટમાં રૂપાંતરિત કર્યા અને તેમને ChatGPTનો કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો તે શીખવ્યું.

એન્ટરપ્રોન્યોર માટે વિચાર વરદાન બન્યો :

સેલ એલો અને મોનિકાએ તેમના એક નવીનતમ વિચારને સ્ટાર્ટઅપમાં ફેરવ્યો અને DimeADozen નામની એપ બનાવી હતી. આ એપ નવા એન્ટરપ્રોન્યોરના આઈડિયાનું મૂલ્યાંકન કરે છે અને તેને સફળતા મળશે કે કેમ, કેટલી સફળતા મળશે તેવા અહેવાલ સહિતની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે. તેની કિંમત માત્ર 39 યુએસ ડોલર (રૂ. 3159) છે. તેના રિઝલ્ટ પારંપરિક રિસર્ચ એજન્સીઓ અને સર્ચ એન્જિન કરતાં વધુ ઝડપથી આવે છે.

7 મહિનામાં 55 લાખની કમાણી

DimeADozenએ એલો અને મોનિકા શરૂઆતમાં જ મોટો નફો કરાવ્યો. માત્ર 7 મહિનાની અંદર આ સ્ટાર્ટઅપે 66 હજાર ડોલર (લગભગ રૂ. 55 લાખ)ની આવક ઉભી કરી છે. જો આપણે ખર્ચ વિશે વાત કરીએ તો આના પર કુલ ખર્ચમાં માત્ર 150 ડોલર (લગભગ 12,000 રૂપિયા) વેબ ડોમેન ફીના અને 35 ડોલર (2835 રૂપિયા) માત્ર ડેટાબેઝ પર ખર્ચવામાં આવ્યા છે. મતલબ કે મોટાભાગની આવક નફાના રૂપમાં જ આવે છે.

એન્ટરપ્રોન્યોર

એલો અને મોનિકાને તેમના આ ઈનોવેટીવ આઈડિયાથી જાણે લોટરી લાગી છે. બિઝનેસ દંપતી ફેલિપ એરોસિમેના અને ડેનિયલ ડી કોર્નેલીએ તેમનું આ સ્ટાર્ટઅપ 1.50 લાખ યુએસ ડોલર એટલેકે રૂ. 1.40 કરોડમાં ખરીદ્યું છે. આ કપલનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપને ફુલટાઈમ પ્રોજેક્ટ બનાવી એક મોટી કંપની ઉભી કરવાનો છે. આ પ્રોજેક્ટમાં સલાહકાર તરીકે એલો અને પાવરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને અઠવાડિયામાં 5 કલાક તેઓ આની પાછળ કામ કરશે. એલો અને મોનિકાએ આ બિગડીલ પર ખુશી વ્યકત કરતા કહ્યું કે ટેક્નોલોજીથી કંઈ પણ શક્ય છે અને અમારા માટે આ ટેક્નોલોજી પૈસા છાપવાની એટલેકે મની પ્રિન્ટીંગ મશીન સાબિત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણી લો:-ગુજરાતમાં માસ્કના દંડ મામલે આવી ગયા મોટા સમાચાર…

Abhayam

સુરતમાં GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા માટે 49 સેન્ટર ફાળવાયા હતા જેમાં 11 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

Abhayam

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિએ કર્યું સંબોધન

Vivek Radadiya

1 comment

Comments are closed.