છતીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જીલ્લાના જંગલમાં શનિવારથી ચાલી રહેલી ભારતીય સૈનિકો અને નકસલવાદીઓ વચ્ચેની મુઠભેડમાં ૧૭ જવાનો શહીદ થઇ ગયા. બસ્તરના IG પી. સુંદરરાજ દ્વારા આ વાતની ખરી કરવામાં આવી રહી છે. મુઠભેડમાં ઘાયલ થયેલા ૧૪થી વધુ જવાનોને ઈલાજ માટે રાયપુર લાવવામાં આવ્યા છે.આ મુઠભેડમાં ૫ નક્સલવાદીઓ પણ થર મરાયા છે.
ઘાયલ જવાનોને હેલીકોપ્ટર દ્વારા સુકમાંથી રાયપુર લાવીને રામકૃષ્ણ કેયર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી વધુ ૩ જવાનોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટના બાદ ત્યાના મુખ્યમંત્રી ભૂપેશ બુધેલ દ્વારા તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી રહી છે.
શહીદ જવાનોના દેહને મુખ્યાલય લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘટનાસ્થળ બસ્તર વિભાગના મુખ્યમથક જગદલપુરથી ૨૫૦ કિમી દુર આવેલ છે. હાઇવેથી અંદર જતા માર્ગ પર ૫ કિમી અંદર આર્મીનો કેમ્પ આવેલ છે. આ બધા કેમ્પમાંથી જવાનો અંદર જંગલમાં નકસલવાદીઓને શોધવા જતા હોઈ છે.
શહીદ જવાનોમાં ૧૨ જીલ્લા રિજર્વ ગાર્ડના છે જયારે ૫ જવાનો STF ના છે. નક્સલીઓ ૧૨ AK-૪૭ સહીત ૧૫ હથિયાર લૂટીને જતા રહ્યા છે. ત્રણ વર્ષ પછી આટલો મોટો હુમલો બસ્તરમાં કરવામાં આવ્યો છે.
જાણકારી મુજબ મીનપાના વિસ્તારમાં નક્સલીઓની નંબર વન ટુકડી હાજર હતી એવી સુચનાના આધાર પર ચીન્તાગુફા અને બીજા આસપાસના બીજા કેમ્પો પરથી STF અને DRG ની અલગ અલગ ટીમોને જંગલમાં મોકલવામાં આવ્યા છે. આ નક્સલવાદીઓની બટાલિયનનો કમાન્ડર હિડમાં છે.
ભારતીય જવાનો દ્વારા ખુબ શોધખોળ બાદ પણ નકસલવાદીઓ નહિ મળતા પાછા ફરવા દરમિયાન અચાનક કરવામાં આવેલા ગોળીબાર હુમલાથી જવાનોનું ટ્રેકિંગ ડિવાઈઝ ખોવાય ગયું જેથી જવાનો અલગ પડી ગયા. સુકમા જીલ્લાના અધિક્ષક અને આઈ. જી. સતત ઘટનાની દેખરેખમાં હતા. પેહલા તો પોલીસ અને તંત્ર કાઈ પણ કેહવા કે જાહેર કરવા તૈયાર જ નહોતું. DGP ડી. એમ. અવસ્થી દ્વારા તમામ ઘટનાની જાણકારી આપવામાં આવી પરંતુ શહીદ થયેલા કે ઘાયલ થયેલા જવાનોની સંખ્યા જાણી શકાય નથી. જ્યાં સુધી સમગ્ર ટીમ પરત આવી નહિ જાય ત્યાં સુધી સાચો આંકડો આપવો શક્ય નથી.
એવું કેહવામાં આવે છે કે જ્યાં આ મુઠભેડ થઇ તે સમગ્ર વિસ્તાર પહોંચી શકાઈ નહિ એવો ગંભીર વિસ્તાર છે.
આજ મને એવું થાય છે કે સલામ છે દિલથી આવા જવાનોને જે મોતને સામે જોયીને પણ પીછે હઠ કરવાને બદલે સામી છાતીએ પોતાના જીવન બલિદાન અર્પણ કરે છે.
આ વીર જવાનોને જેટલી શ્રદ્ધાંજલિ આપીએ એટલી ઓછી છે. માં ભારતીના તમામ સપુતોને લાખ લાખ વંદન……