Abhayam News
News

મનપાની તિજોરી છલકાઈ: રાજકોટમાં 1.25 કરોડની કિંમતનો પ્લોટ અધધ… રૂ. 118 કરોડમાં વેચાયો.

રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાના મવા સર્કલ ખાતે આવેલ 9438 ક્ષેત્રફળના પ્લોટની આજે સવારે 11 વાગ્યે ઓનલાઇન હરાજી રાખવામાં આવી હતી. જેમાં 3 અલગ અલગ પેઢીએ ભાગ લીધો હતો. આ પ્લોટની અપસેટ કિંમત 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં ઓમ નાઇન સ્કવેર એલએલપી નામની પેઢીએ રૂપિયા 118,16,37,600 કિંમતે ખરીદ કરી છે.

મનપાના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્લોટની ખરીદી
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્લોટની આજે ખરીદી થવા પામી છે. આજે ઓનલાઇન હરાજી દરમિયાન રાજકોટ મનપાને નાના મવા ખાતે પ્લોટની 118.36 કરોડ આવક થવા પામી છે. આ પ્લોટની ખરીદી PM નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક ગોપાલ ચુડાસામાએ કરી છે. જેઓ હાલ રાજકોટ પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ અને વિખ્યાત બિલ્ડર છે. PM નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યા એ દિવસે તેઓએ પોતાના પેટ્રોલપંપ પરથી એક દિવસ નિઃશુલ્ક CNG ગેસ ઓટોરિક્ષામાં ભરી આપ્યો હતો.

33% નો ટાર્ગેટ એક જ સોદામાં પૂરો
કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના બજેટમાં 300 કારોડનો જમીન વેંચાણનો ટાર્ગેટ રાખ્યો હતો જેની સામે નવી બોડીના પ્રથમ મહિનામાં અને બજેટની બહાલીના બોર્ડ પહેલા જ 33% નો ટાર્ગેટ એક જ સોદામાં પૂરો થઇ ચુક્યો છે. ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષે બજેટનું લક્ષ્યાંક પુરૂં કરવામાં મુશ્કેલી પડી શકે તેમ નથી અને જમીન મકાન મામલે મંદીની વાત ઉડાવી દેતો આ સોદો સરાહનીય માનવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પીએમ મોદીએ પુછ્યો એવો સવાલ જે કોઈએ નથી પુછ્યો, જુઓ વીડિયો

Vivek Radadiya

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં લાગુ થયું 7 દિવસનું લોકડાઉન….

Abhayam

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

Abhayam