Abhayam News
AbhayamNews

સુરત:- આઇશોલેશન સેન્ટરમાં આપ ના આ કોર્પોરેટર ની સેવાથી ભાવુક થઇ ગયા મહિલા- સાજા થઈને ઘરે જવા પહેલા…..

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતના મહાનગર અમદાવાદની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે.

ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે સુરતમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

કોરોનાની મહામારીમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ અને વરાછા સહિત સુરત શહેરમાં અલગ-અલગ ઘણી બધી જગ્યાઓ ઉપર કોવીડ કેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓને ઓક્સિજનયુક્ત સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના આ કોવિડ કેર સેન્ટરોમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ સતત કાર્યરત રહેતી હોય છે જેને પરિણામે દર્દીઓની હાલતમાં દિનપ્રતિદિન સુધારો આવે છે અને દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાના ઘરે પાછા ફરે છે

સુરત નાના વરાછા ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં આમ આદમી પાર્ટીના નગરસેવક અને યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં આવું જ એક સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં શરૂઆતમાં 36 બેડની વ્યવસ્થા હતી ત્યાં હાલમાં 56 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે સાથે ઓક્સિજન ની પણ વ્યવસ્થા છે અને છથી સાત જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ અહીં સતત સેવા આપી રહી છે

આ કોવિડ કેર સેન્ટરમાં આશરે 270 જેટલા દર્દીઓએ લાભ લીધો છે. જેમાં 73 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. હાલમાં અહીં 30 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.ત્યારે તાજેતરમાં જ એક હૃદયને સ્પર્શી જાય તેવો કિસ્સો બન્યો હતો જેમાં એક પ્રૌઢ વયના મહિલા દર્દી સેન્ટરમાં અપાતી સારવાર થી સાજા થઈને પોતાના ઘરે પાછા ફરતી વખતે નગરસેવક સામે ભાવુક બની ગયા હતા અને નગર સેવક મહેશભાઈ અણઘણ ના પગમાં પડવા ગયા ત્યાંજ નગર સેવકે તેમને એક દીકરાની જેમ સંભાળ્યા હતા અને એક છોડ અર્પણ કર્યા હતો.તેમણે મહેશભાઈને આશીર્વાદ આપતાં કહ્યું કે, ‘સગા દીકરા ની જેમ મારી સેવા કરી છે.’

Related posts

સુરત મહાનગરપાલિકાની બેદરકારી

Vivek Radadiya

 ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ 70000ને પાર

Vivek Radadiya

1 comment

Comments are closed.