Abhayam News
Abhayam

ધન્વંતરિ હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓને ટોકન વિના જ એડમિટ કરાશે, જલ્દી સારવાર મળી રહે એ માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો કાર્યરત કરાઈ….

  • ધન્વંતરિ હોસ્પિટલમાં ટોકન ઉપરાંત 108 તથા ક્રિટિકલ સ્થિતિમાં આવતા દર્દીઓને પણ સારવાર અપાશે.
  • ગુરુવારે હોસ્પિટલ બહાર ક્રિટિકલ દર્દીના સગા તથા પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
  • ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. જોકે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરાતા મોટો હોબાળો મચ્યો હતો. ગુરુવારે ટોકન પ્રથાને કારણે હોસ્પિટલના દરવાજે જ વધુ એક દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ આવેલા ચારેય દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ ઓછું હતું છતાં દાખલ ન કરાતાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારે હવે ધન્વંતરિ હોસ્પિટલ દ્વારા ક્રિટિકલ દર્દીઓને ટોકન વિના જ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે દર્દીઓની સેવામાં ‘ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો’ પણ કાર્યરત કરાઈ છે.

ક્રિટિકલ દર્દીઓને ધન્વંતરિ હોસ્પિટલમાં સીધો પ્રવેશ
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન અને ટોકન બાદ જ દાખલ કરવાનો નિયમ બનાવાતાં દર્દીનાં સગાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. . જેની અસર બાદ હવે ધન્વંતરિ હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમની સાથે સાથે ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવશે. આ પ્રકારની સુદઢ વ્યવસ્થાને પગલે ક્રિટીકલ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ પ્રકારના વિલંબ વગર દાખલ કરવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલમાં ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ કાર્યરત
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવશે. આમ, દર્દીઓની વ્યથા દુર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે. સાથે હોસ્પિટલમાં સત્વરે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

ગુરુવારે દર્દીના સગા અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ
નોંધનીય છે કે ગુરુવારે એક દર્દી રિક્ષામાં તેની માતાને લઈને આવ્યો હતો પણ ટોકન ન હોવાને કારણે તેને દાખલ કરવાની ના પાડી દેવાતાં પુત્રએ બેરિકેડ પર રિક્ષા ચઢાવી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. હોસ્પિટલે શરૂ કરેલી સિસ્ટમ મુજબ દર્દીનું ફોર્મ ભરાયા બાદ ટોકન આપવામાં આવે છે. એ પછી હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ આવે પછી જ દર્દીને દાખલ કરવો પડતો હોય છે. આવી સિસ્ટમને કારણે ગંભીર હાલતમાં આવતા દર્દીઓની મુશ્કેલી અનેકગણી વધી જાય છે. કેટલાક તો એવા દર્દી છે જે ક્યાંય બેડ ન મળતાં અહીં ધસી આવતા હોય છે, પરંતુ તેમને રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનું અને ટોકન ન હોવાનું કહીને પાછા કાઢવામાં આવતા હોય છે.

હોસ્પિટલો દાખલ કરવાનો ઇનકાર કેવી રીતે કરી શકે?
આ પહેલા 108 મામલે હાઇકોર્ટે અગાઉ આદેશ આપવા છતાં પણ તે બાબતે કોઇ યોગ્ય નિર્ણય કેમ કરાયો નથી? તેમજ એફિડેવિટમાં અનેક બાબતોના જવાબ કેમ અપાયા નથી. વકીલોએ રજૂઆત કરી હતી કે, કોવિડ કેર હોસ્પિટલ ઊભી થયા બાદ તેને ઉદઘાટનની રાહ ન જોવડાવી જોઇએ, ઉદઘાટન પણ ટોળાથી કરાતાં આપણાં ડે. સી.એમ. કોરોના ગ્રસ્ત બન્યા. કોર્પોરેશનની હોસ્પિટલો શહેર બહારના દર્દીઓને દાખલ કરવાનો ઇન્કાર કઇ રીતે કરી શકે.

Related posts

દોઢ વર્ષના બાળકના ગળામાં ફસાયો દાડમનો દાણો, શ્વાસ રૂંધાતા મોત

Vivek Radadiya

IMF ભારતને આર્થિક મોરચે સ્ટાર પરફોર્મર ગણાવ્યું

Vivek Radadiya

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થઈ શકે છે ઘટાડો 

Vivek Radadiya