Abhayam News
AbhayamNews

હાઇકોર્ટે મોદી સરકારને ફરી એક વાર ખખડાવી સવા વર્ષ સુધી શું કરી રહ્યા હતા?

મદ્રાસ હાઈકોર્ટે ફરી એકવાર કેન્દ્રની મોદી સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે, આપણી પાસે એક વર્ષનો સમય હતો. વર્ષનો મોટાભાગનો સમય લોકડાઉનમાં વીત્યો છતાં આજે પણ આપણી સામે નિરાશા ઊભી છે.

હાઈકોર્ટે કોરોનાને ધ્યાનમાં લેતા હોસ્પિટલ, બેડ અને ઓક્સિજન વગેરેના મેનેજમેન્ટના મામલામાં પોતે સુઓ મોટો ઊઠાવ્યો છે. ચીફ જસ્ટિસ સંજીબ બેનર્જી અને જસ્ટિસ સેંતિલ રામમૂર્તિની પીઠે પૂછ્યું કે, એપ્રિલમાં જ બધું કામ કરવાની શું જરૂર હતી….14 મહિનાથી શું કરી રહ્યા હતા?

livelaw.in

એડિશનલ સોલિસિટર જનરલ આર શંકરનારાયણે કોર્ટને રેમડેસિવીરની ઉપલબ્ધતાને લઇ ઉઠાવેલા પગલા અંગે જાણકારી આપતા કહ્યું કે કોરોનાનું તોફાન ખરેખર તો અણધાર્યું હતું. જેના પર કોર્ટે કહ્યું, અમને તો અત્યાર સુધીમાં એક પણ એવા ડૉક્ટર મળ્યા નથી જેણે કહ્યું હોય કે કોરોના પ્રત્યે અસાવધાન બની જાઓ. ચીફ જસ્ટિસે કહ્યું, અમે કોઈનું અસમ્માન નથી કરી રહ્યા પણ જરા જણાવો કે કેન્દ્ર સરકાર આ દરમિયાન કયા વિશેષજ્ઞોની સલાહ લઇ રહી હતી.

અમે માત્ર એટલું જ સાંભળી રહ્યા છે કે જૂન સુધીમાં સ્થિતિ બરાબર થઇ જશે. આપણે કિસ્મતનો સહારો લેતા આવ્યા છે. હાથ ઊંચા કરી દેવાથી કશું થશે નહીં, આપણે વિશેષજ્ઞોની સલાહ લેવાની જરૂરત છે.

indianexpress.com

મદ્રાસ હાઈકોર્ટે કોરોના વેક્સીનના ભાવો વિશે સવાલ કર્યા અને જાણવા માગ્યું કે કોવિન પોર્ટલ શા માટે ક્રેશ થઇ ગયું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ્યારે 18 થી 45 વર્ષની ઉંમરના લોકો વેક્સિન માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા હતા તો તે ક્રેશ થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોરોના વાયરસના વધતા કેસોની વચ્ચે ચૂંટણી રેલીઓ પર રોક ન લગાવવાને લઇ મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી. હવે ચૂંટણી પંચે મદ્રાસ હાઈકોર્ટને આગ્રહ કર્યો છે કે મીડિયાને મૌખિક ટિપ્પણીઓની રિપોર્ટિંગથી રોકવામાં આવે. હાલમાં મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર માટે તમારી સંસ્થા(ચૂંટણીપંચ) જવાબદાર છે અને તમારા અધિકારીઓ પર તો માનવ વધનો કેસ દાખલ કરવો જોઇએ

હાઈકોર્ટની ફટકાર પછી ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા મોટો નિર્ણય લેતા પરિણામ પછીના વિજયી સરઘસ પર રોક લગાવી છે.

Related posts

રવીપાકમાં મોટું નુકસાન થતા સહાયની કરી રજૂઆત

Vivek Radadiya

ભજનલાલ શર્મા બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી

Vivek Radadiya

સરકારના વિભાગે જ પોલ ખોલી? વાંચો સંપૂર્ણ ખબર ….

Abhayam

1 comment

Comments are closed.