દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી: મોરારીબાપુ Morari Bapu Statement : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. અનેક રાજકીય નેતાઓના નિવેદનો સામે આવ્યા તો અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આ નિર્ણયનો વિરોધ અને સમર્થન કરતાં જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે કથાકાર મોરારીબાપુએ આ બાબતે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ મારો વિષય નથી.
ભાવનગરમાં નારી શક્તિ વંદનાના કાર્યક્રમમાં મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મોરારી બાપુએ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ મુદ્દે પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકારના રિપોર્ટનો અભ્યાસ કર્યો નથી, દારૂ મુક્તિ મામલે હાલમાં વિશેષ કંઈપણ કહી શકું નહી, આ મારો કોઈ વિષય નથી. મહત્વનું છે કે, ગઈકાલે કરાયેલ આ નિર્ણય બાદ અનેક લોકોના નિવેદન પણ સામે આવી રહ્યા છે.
દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી: મોરારીબાપુ
ગીફ્ટ સિટી ખાતે મુલાકાત લેતા મુલાકાતીઓને પણ લીકરની છૂટ મળશે
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.
કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે
આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.
હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી પરવાના મેળવી શકશે
GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે