Abhayam News
Abhayam News

સોલાર વૃક્ષે ગુજરાતનો ડંકો વગાડ્યો દુનિયાભરમાં.

  • વાપી નગરપાલિકામાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકાયા
  • વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું આ વૃક્ષ બનાવ્યું.

છેલ્લા કેટલાક દાયકાથી માનવ દ્વારા આડેધડ ફોસિલ ફ્યુઅલના વપરાશના કારણે આવનાર પેઢીને બળતણ ઇંધણની સમસ્યાનો ઉપાય માત્ર ગ્રીન ઉર્જા માનવામાં આવે છે. ત્યારે  સૌર ઉર્જા એ જ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ  બની રહશે. ત્યારે રાજ્ય આ છેવાડે આવેલ ઔદ્યોગિક નગરી વાપીમાં સૌર વૃક્ષ થકી વીજળીના ઉત્પાદનની શરૂઆત કરાઈ છે.

વૃક્ષ માનવ જીવન માટે આશીર્વાદ સામાન માનવામાં આવે છે ત્યારે સોલાર ટ્રી આપણા માટે એક નવો જ શબ્દ છે. વાપી માં આકાર પામેલ આ સોલાર ટ્રી દુનિયાનું સૌથી વધારે વીજળી પેદા કરનાર સોલાર ટ્રી બની ગયું છે. તો આવો જાણીએ સૂર્ય થકી વીજળી બનાવતા આ વૃક્ષ પર ખાસ અહેવાલ.

આદિ અનાદિ કાળથી વૃક્ષ માનવનું મિત્ર માનવામાં આવે છે. આજના આધુનિક યુગમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ થી આખી દુનિયા પીડાઈ રહી છે, ત્યારે વૃક્ષ અને જંગલો જ માનવ અસ્તિત્વ માટે જરૂરી બન્યા છે. ત્યારે આજે અમે લીલા પાંદડા ધરાવતા વૃક્ષઓની વાત નથી કરી રહ્યા.

સૂર્ય ઉર્જામાંથી વીજ ઉત્પાદન કરતા સોલાર ટ્રીની વાત કરવી છે. તસવીરમાં દેખાતું વિશાળ વૃક્ષ જેવું દેખાતું આ સ્ટ્રક્ચર હકીકતમાં સૌર વૃક્ષ છે. વાપી નગરપાલિકામાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકાયા છે. જે સૂર્ય ઉર્જામાંથી વીજ ઉર્જા નિર્માણ કરી આવનાર પેઢીને ફોસિલ ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની પ્રેરણા પણ આપે છે.

ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના સહયોગ થકી વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું આ વૃક્ષ બનાવ્યું છે, જે વાપીના ચલા વિસ્તાર 180 કેવી વીજ પૈકી અડધું બિલ સૌર ઉર્જા પૂરું પાડે છે. એટલે કે ચાલ વિસ્ત્તારને પાણી પૂરું પડતા સંપનું 180 કેવી વીજમાંથી 90 કેવી વીજ ઉત્પાદન હવે આ સૌર ટ્રી કરી રહ્યું છે.

 3 દાયકાથી દેશમાં વધતા જતા ટ્રાન્સપોર્ટેશનને કારણે વિદેશી હૂંડિયામણનો ઉપયોગ ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચાય છે. ત્યારે હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિન્ડ, સૌર, હાઈડ્રો એનર્જી થકી વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આનામાં ભારતનો ઉનાળો આકરો હોય છે. ત્યારે સૌર ઉર્જા એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

દેશમાં છેલ્લા એક દશકથી અનેક સોલાર પાર્ક નિર્માણ પામી રહયાં છે. તો આ પ્રકારના સરકારી નિર્માણમાં સોલાર ટ્રી પણ બનવા લાગ્યા છે, ત્યારે વાપીમાં નિર્માણ પામેલ આ સોલાર ટ્રી દુનિયાનું બંગાળના 11.5 કેવી ક્ષમતા ધરાવતા સોલાર ટ્રીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બે દિવસ પહેલા સુરતમાં જન્મેલી માસુમ બાળકીને માતાની એક ભૂલના કારણે કોરોના ભરખી ગયો…

Abhayam

સાયકલ શેરિંગ પ્રોજેક્ટની નીકળી હવા…

Abhayam

સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું…

Abhayam

Leave a Comment