Abhayam News
AbhayamNews

સુરત:- શહેરમાં જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં,કમિશનરનો આદેશ…

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે દરેક માઈક સિસ્ટમવાળાએ અવાજના પ્રદુષણોને અટકાવવા અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતોવખતના ચૂકાદા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઘોંઘાટ ઉત્પન્ન કરતાં સ્ત્રોતના નિયંત્રણ અને નિયમન, ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ધ્વનિ પ્રદૂષણ નિયમો-2000 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ધ્વનિની માત્રાના ધોરણો નકકી કરવામાં આવ્યા છે. તદ્‌અનુસાર ઔદ્યોગિક વિસ્તાર, વાણિજ્ય, રહેણાંક વિસ્તારમાં હોર્ન, ધ્વાનિ, પ્રદૂષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડ સ્પીકર અને વાજિંત્રો વગાડવા પર સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ કમિશનરની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવ્યો છે.

હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાના વિસ્તારમાં માઈક સિસ્ટમનો ઉપયોગ થઈ શકશે નહીં. લોકોને ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી દુભાય તેવા ઉચ્ચા‍રણો/ગીતોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો/કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન /ગરબા જાહેર માર્ગમાં રોકાઈને કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

માઈક સિસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર સંચાલક, મેનેજર, ઈવેન્ટ મેનેજરોએ સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી, સરઘસ, જાહેરરસ્તા કે જાહેર સ્થળે ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગા, રહેણાંકની પાસે ઉપયોગ માટે જે તે વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

માઈક સિસ્ટમ વાજિંત્રોના અવાજની માત્રામાં સવારના 6 થી રાત્રિના 10 કલાક સુધી કરી શકાશે. અવાજ પ્રદૂષણ નિયમ 2000ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સિસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ રાત્રિના 10.00 કલાક થી સવારના 6.00 સુધી વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોવાથી આ સમય માટે માઈક સીસ્ટમ/વાજિંત્ર માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. સરકારે નક્કી કરેલ દિવસો દરમિયાન આવી પરવાનગી રાત્રિના 10.00 કલાકની જગ્યાએ 12.00 કલાક સુધી મળી રહેશે. જાહેરનામુ તા.06/08/2021 સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

નવયુવાન દ્વારા જન્મદિવસની કરાયેલી અનોખી ઉજવણી..

Abhayam

ગૂગલ લાવી રહ્યું છે આ ટેકનોલૉજી

Vivek Radadiya

1 જાન્યુઆરીથી લાગૂ થશે આ 4 નવા નિયમ

Vivek Radadiya