Abhayam News
AbhayamNews

આ વેબસાઈટ પર જોઈ શકશો GUJCET નું પરિણામ…

  •  ગુજકેટ (GUJCET) નું પરિણામ જાહેર થયું છે.
  • સવારે 10 ના ટકોરે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે.
  • એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. 
  • 1 લાખ 13 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું 

કોરોના મહામારીને કારણે આ વર્ષે ગુજકેટની પરીક્ષા સિસ્ટમ અલગ હતી. આ વર્ષે પરીક્ષા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેવાઈ હતી. ત્યારે હવે ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયુ છે.

બોર્ડની વેબસાઇટ ઉપર વિધાર્થીઓ પરિણામ જોઈ શકશે. જેમાં A ગ્રુપના 46 હજાર જેટલા વિધાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જ્યારે B ગ્રુપના 66 હજાર વિધાર્થીઓનું ગુજકેટનું પરિણામ આવ્યું. આમ, 1 લાખ 13 હજાર વિદ્યાર્થીઓનું ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. A ગ્રુપના 474 અને B ગ્રુપના 678 વિધાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. 

  • 99 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 474 વિદ્યાર્થી
  • 98 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 940 વિદ્યાર્થી
  • 96 પર્સેન્ટાઈલ ધરાવતા B ગ્રુપમાં 2701 વિદ્યાર્થી

આજે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે.

6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનીયરીંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે….


 

Related posts

મોરબી: સીરામીક એસો.ની ટીમે એક જ સપ્તાહમાં ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટ ઉભો કર્યો

Abhayam

સુરત માં શ્રમજીવીઓ પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા…

Abhayam

મિશન ૨૦૨૨ લઇ પાટીલના ગઢમાં ગાબડાં,જાણો એક અઠવાડિયા માં કેટલા કાર્યકર્તા જોડાયા આપ માં ?….

Abhayam

Leave a Comment