Abhayam News
Abhayam News

રક્ષાબંધનના દિવસે સુરત કોર્પોરેશન દ્વારા મહિલાઓને ભેટ.

  • 15 વર્ષ સુધીના બાળકોને પણ ટિકિટ લેવાની રહેશે નહીં.
  • રક્ષાબંધનના દિવસે સુરત કોર્પોરેશન દ્વારા મહિલાઓને ભેટ.
  • સિટી બસ અને BRTS બસની મુસાફરી વિનામૂલ્યે

સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરવામાં આવી છે. બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે શહેરના કોઈ પણ વિસ્તારમાં સિટી બસ કે બીઆરટીએસ બસ મારફતે મુસાફરી કરે તો તેને કોઈપણ પ્રકારની ટિકિટ લેવાની રહેશે નહીં. સામૂહિક પરિવહનના ભાગરૂપે સિટી અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

કોરોનાના કારણે આ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર બંને બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. રક્ષાબંધનમાં મહિલાઓ વિશેષ કરીને શહેરભરમાં અવરજવર કરતી હોય છે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે.

સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મહિલાઓને રક્ષાબંધનની ઉજવણીમાં કોઈપણ પ્રકારની તકલીફ ન થાય અને તે માટે તેઓ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર વિનામૂલ્યે પહોંચી શકે તેવા ભાવ સાથે અમે આ નિર્ણય કર્યો છે.

કોરોનાકાળ બાદ ધીરે-ધીરે જીવન પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે શહેરીજનો સાથે અમે પણ તેમના સુખાકારી અને સુવિધા માટે સતત ચિંતિત રહીએ છીએ. બહેનો રક્ષાબંધનનો તહેવાર ખૂબ સારી રીતે ઉજવી શકે તેવા સંવેદનશીલ હેતુથી અમે આ નિર્ણય કર્યો છે.

રક્ષાબંધનના દિવસે સુરતની તમામ સિટી અને બીઆરટીએસ બસમાં મહિલાઓ અને 13 વર્ષ સુધીના બાળકોને ટીકીટ લેવાની રહેશે નહીં. રક્ષાબંધનના દિવસે સુરતમાં દોડતી સામૂહિક પરિવહન સેવામાં મહિલાઓ વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

કોર્પોરેશન દ્વારા મહિલાઓને પ્રકારની ભેટ આપવામાં આવી છે. જેથી કરીને તેઓ રક્ષાબંધનનો તહેવાર સરળતાથી ઉજવી શકે અને તેમના ઉપરનો આર્થિક બોજ પણ ઓછો થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મહેશભાઈ સવાણીને સૌરાષ્ટ્રમાં મળતું જનસમર્થન…

Abhayam

રાજકોટ : સિમકાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું..

Abhayam

જાણો કારણ:-મેક્સિકોના સમુદ્રની વચ્ચે અચાનક ભભૂકી ઉઠી આગ….

Abhayam

Leave a Comment