દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે રાજ્યની સરકારી સ્કૂલને મોડેલ તથા હાઈટેક સ્કૂલ બનાવી મતદારોને મનાવ્યા હતા. આ જ અભિગમ પર ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સને તેજીથી આગળ વધારી રહી છે. આ અભિયાન અંતર્ગત 20,000 જેટલી શાળાઓને આવરી લેવાશે. કુલ 15000 સરકારી પ્રાથમિક શાળા અને 5000 ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુણવત્તાયુક્ત અને પરિણામલક્ષી શિક્ષણ આપવામાં આવશે. આ માટે રાજ્યના શિક્ષણ વિભાગમાં જુદા જુદા વિષય અંતર્ગત બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શિક્ષણ વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આવનારા દિવસોમાં રાજ્યની ઘણી સ્કૂલ્સને મોડેલ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનો પ્લાન છે. જેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખાસ નિવાસી શાળાઓ શરૂ કરાશે. મિશન સ્કૂલ અભિયાન અંતર્ગત 300થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળા તથા રાજ્યના તમામ જિલ્લાઓમાં-તાલુકાઓમાં ઓછામાં ઓછી એક આવી શાળા હશે. આ માપદંડ હેઠળ રાજ્યની કુલ 6000 શાળાઓની પસંદગી કરવામાં આવી છે.

આ માટે હવે ગુજરાત રાજ્ય સરકાર આગળ આવી રહી છે. વર્લ્ડ બેંકની મદદથી શરૂ થનારા આ પ્રોજેક્ટને રાજ્યનો મોટો અને પાયલટ પ્રોજેક્ટ માનવામાં આવે છે. ગુજરાત સરકારે વર્ષ 2020-21ના બજેટ દરમિયાન મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સની જાહેરાત કરી હતી. આ મિશન અંતર્ગત રાજ્યની 20 હજાર જેટલી શાળાઓને આવરી લેવા માટે નિર્ણય કર્યો છે. માળખાકીય સુવિધા પુરતા પ્રમાણમાં મળી રહેશે. આ સાથે વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, ફીટ ઈન્ડિયા અંતર્ગત રમત-ગમતના સાધનો જેવા અનેક પાસાઓ પર શિક્ષણનો વિકાસ કરવામાં આવશે.

પ્રાથમિક શાળામાં 20 ટકા જેટલી શાળાઓમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે બીજા તબક્કામાં 150 જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી 9000 સરકારી શાળાઓને આ મિશન અંતર્ગત પસંદ કરવામાં આવી છે. જેમાં 17 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. મિશન સાથે 33000 જેટલા મોટવર્ગખંડની જરૂરિયાતને પહોંચી વળાશે. આ કામ ત્રણ વર્ષમાં પૂરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકે રૂ.500 મિલિયન ડૉલરનું ફંડ આપવાની ખાતરી આપી છે.

ઈન્ફ્રા. ઈન્વેસ્ટમેન્ટ બેંક સાથે 250 મિલિયન ડૉલરનું ભંડોળ મેળવવા ચર્ચા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દેશમાં શાળાકીય શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે ભારતનો આ પહેલો એજ્યુકેશન પ્રોજેક્ટ છે. જેનો લાભ આવનારા છ વર્ષમાં દેશના 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓને મળી રહેશે. રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનો મોટાપાયે શિક્ષણની ગુણવત્તા સુધારણા પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ થવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…