Abhayam News
AbhayamBusiness

સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા આજે કરોડોના માલિક છે

Sandeep Maheshwari and Vivek Bindra own crores today

સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા આજે કરોડોના માલિક છે બે મોટીવેશનલ સ્પીકર વચ્ચે છેલ્લા થોડા સમયથી બબાલ ચાલી રહી છે અને બંનેના સોશિયલ મીડિયા પર ખાસ્સા એવા ફોલોઅર્સ છે. છેલ્લા બે-ત્રણ વર્ષોથી સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રાની લોકપ્રિયતામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને બંને મિડલક્લાસ ફેમિલીમાંથી આવ્યા અને મોટીવેશનલ સ્પીકર બનીને ફેમસ થતાં ગયા. 

આ સાથે જ બંનેની આર્થિક સ્થિતિ પણ સધ્ધર થતી ગઈ અને આજે બંને કરોડોના માલિક છે. આજની તારીખમાં સંદીપ મહેશ્વરીની યુટ્યુબ ચેનલ પર 28.4 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે અને વિવેક બિન્દ્રાની યુટ્યુબ ચેનલ પર 21.4 સબસ્ક્રાઇબર્સ છે. થોડા સમયથી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે શબ્દોનું યુદ્ધ હેડલાઇન્સમાં છે. 

સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા આજે કરોડોના માલિક છે

સંદીપ મહેશ્વરી કહે છે કે વિવેક બિન્દ્રા બિઝનેસની આડમાં સ્કેમ ચલાવી રહ્યો છે અને તેની સાથે જોડાયેલા લોકો જાણે છેતરયા હોય એવું અનુભવે છે. સંદીપ મહેશ્વરી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ કૌભાંડ આશરે રૂ. 500 કરોડનું છે. સંદીપ મહેશ્વરીના આરોપો પર વિવેક બિન્દ્રા કહે છે કે જ્યારે પણ સંદીપ મહેશ્વરી કોઈ પણ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર તરીકે જાય છે ત્યારે તે 30 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. ઉપરાંત, તેઓ દરેક તસવીર હજારો રૂપિયામાં વેચે છે.

હવે ચાલો જાણીએ કે બંને કેટલી કમાણી કરે છે
સંદીપ મહેશ્વરીની વાત કરીએ તો કરિયરની શરૂઆતમાં તેણે મોડલિંગમાં હાથ અજમાવ્યો. તે પછી તેણે મોડેલિંગ છોડી દીધું અને ફોટોગ્રાફી શરૂ કરી, થોડો સમય ફ્રીલાન્સર તરીકે કામ કર્યું. પછી પોતાની કંપની શરૂ કરી જે મોડેલોના પોર્ટફોલિયો બનાવે છે. જો કે ઘણાઈ વખત એ કંપનીને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2002 માં, તેણે બીજી કંપની શરૂ કરી અને તે પણ ન ચાલી, એ બાદ એક કન્સલ્ટન્સી ફર્મ પણ ખોલી જેને તાળા લાગી ગયા હતા. 

આ બાદ વર્ષ 2006માં એમને ફોટોગ્રાફ્સનો બિઝનેસ શરૂ કર્યો અને આ કંપની ખૂબ જ સફળ રહી અને આજે તે ભારતીય ફોટોગ્રાફ્સનું સૌથી મોટું હબ છે. અહીંથી સંદીપ મહેશ્વરીના જીવનને નવી દિશા મળી. પછી તેણે યુટ્યુબ ચેનલ શરૂ કરી અને મોટીવેશનલ સ્પીચ આપવાનું શરૂ કર્યું. આ માર્ગ પર સંદીપ મહેશ્વરીને સફળતા મળતી રહી. 

સંપતિની વાત કરીએ તો એક અંદાજ મુજબ હાલમાં સંદીપ મહેશ્વરીની નેટવર્થ લગભગ 4 મિલિયન ડોલર એટલે ​​​​કે રૂ. 33 કરોડ છે. તેમની પાસે લગભગ 17 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સંદીપ મહેશ્વરીની દિલ્હીના પિતામપુરામાં ઓફિસ છે અને દિલ્હીમાં તેનું ઘર પણ છે. સંદીપ મહેશ્વરી દર મહિને 30 થી 50 લાખ રૂપિયાની કમાણી કરે છે, વાર્ષિક કમાણી લગભગ 3-4 કરોડ રૂપિયા છે.

જો હવે વિવેક બિન્દ્રાની કમાણી વિશે વાત કરીએ તો તેઓ Bada business Pvt. Ltd. ના CEO અને ફાઉન્ડર છે. આ કંપની લોકોને માર્કેટિંગ અને બિઝનેસ કરતાં શીખવે છે. વિવેકની કુલ સંપત્તિ લગભગ $11 મિલિયન એટલે કે રૂ. 90 કરોડ છે. વિવેક દર મહિને 40 થી 50 લાખ રૂપિયાની કમાણી કરે છે. એક અંદાજ મુજબ વિવેક બિન્દ્રાની વાર્ષિક આવક 7-9 કરોડ રૂપિયા છે અને દિલ્હીમાં મોટું ઘર છે. આ સિવાય વિવેકની મુંબઈ અને નોઈડામાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે, હાલમાં તે નોઈડામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન….

Abhayam

રિપીટર્સની પરીક્ષા યોજાશે કોઇ પણ સ્થિતિમાં……

Abhayam

આ યુનિવર્સિટીનો કર્યો નિર્ણય:-પરીક્ષા આપવી છે તો પહેલા વેક્સીન લેવી જ પડશે..

Abhayam